Advertisement
Author: નોબત સમાચાર

નગરપાલિકાઓની ચૂંટણી સંદર્ભમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રભારીઓ નિમાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૭: ખંભાળિયા તથા જામરાવલ નગરપાલિકાઓની ચૂંટણી યોજાનાર છે, ત્યારે કોંગ્રેસ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. ખંભાળિયા નગરપાલિકાના પ્રભારી તરીકે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તથા બ્રહ્મસમાજ અગ્રણી તથા ચૂંટણીના ખૂબ અનુભવી ગણાતા વિજયભાઈ રાજ્યગુરુ તથા પૂર્વ પાલિકા પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ગિરિરાજસિંહ જાડેજા નિમાયા છે, જ્યારે સહપ્રભારીમાં હિતેષભાઈ નકુમ તથા આશમાબેન શાહમદાર નિમાયા છે. જામરાવલ પાલિકા પ્રભારી કોંગ્રેસમાં મારખીભાઈ વારોતરિયા, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અને હમીરભાઈ વાઘેલા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તથા સહપ્રભારી તરીકે સંજય જાદવ અને ક્રિષ્નાબેન કાંબરિયા નિમાયા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ પ્રભારીઓ નિમીને કોંગ્રેસ પાલિકામાં લડવા ઉત્સુક થયાનો સંકેત આપ્યો છે, તો આપ પાર્ટી પહેલેથી જ ઉમેદવારો ઉતારવા માંડી છે, ત્યારે બન્ને પાલિકામાં ત્રિપાંખિયો જંગ થશે તે નક્કી જણાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh