Advertisement
Author: નોબત સમાચાર

મુખ્યમંત્રીના સેક્રેટરી ડો. અજય કુમારે જામનગરની મુલાકાત લીધી

વિકાસ કામોની રામીક્ષા કરી

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: રાજ્યના મુખ્યમંત્રીના સચિવ ડો. અજય કુમાર આજે જામનગરની મુલાકાતે આવ્યા હતાં. તેઓ જામનગર મહાનગરપાલિકા કચેરીમાં પહોંચ્યા હતાં અને મ્યુનિ. કમિશનર સાથે મુલાકાત કરી હતી. આ પછી મહાનગરપાલિકાના વિવિધ વિભાગના વડાઓ સાથે બેઠક યોજી હતી, અને વિકાસ કામો અંગેની માહિતી મેળવી હતી, જેમાં શહેરમાં હાથ ધરવામાં આવેલા વિકાસ કામોનો ચિતાર તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

આ પછી તેમણે શહેરના તળાવની પાળ સહિતના વિકાસ કામો નિહાળ્યા હતાં અને કામની સમીક્ષા કરી જામનગરથી રવાના થયા હતાં. તેમની આ બેઠક અને મુલાકાત તથા વિકાસ કામોની સ્થળ વિઝીટ સમયે કમિશનર ડી.એન. મોદી સહિતના અધિકારીઓ પણ જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh