Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રાજપાર્કમાં મોટર સાથે યુવાનને બે શખ્સે ઢસડ્યાઃ ઈજાગ્રસ્તે ફરિયાદ નોંધાવી

વાત કરવા ગયેલા યુવાને સ્ટીયરીંગ પકડી લીધુઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૨૫: જામનગરના રાજપાર્કમાં એક શેરીમાં મોટર રાખીને બેસેલા બે શખ્સ પાસે વાત કરવા આવેલા એક યુવાનને મોટર સાથે ઢસડવામાં આવતા તેઓને ઈજા થઈ છે. પોલીસે તેઓની ફરિયાદ પરથી બે શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ગુલાબનગર રોડ પર આવેલા રાજપાર્કમાં જૂના કબુતરાવાળી શેરીમાં રહેતા શક્તિભાઈ રમેશભાઈ કબીરા નામના સફાઈ કર્મચારી સોમવારે સાંજે પોતાના ઘર પાસે હતા ત્યારે ત્યાં મહાવીરનગરવાળા રાજવીર પ્રદીપભાઈ વાઘેલા અને ખુશાલ રમેશભાઈ ઢાકેચા નામના બે શખ્સ જીજે-૧૦-ઈએચ ૧૧૯ નંબરની અર્ટીગા મોટર રાખીને તેમાં બેઠા હતા.

આ શખ્સો પાસે આવી શક્તિભાઈએ રાજવીરને તારી સાથે પાંચ મિનિટ વાત કરવી છે તેમ કહેતા ખુશાલ ઢાકેચાએ કાંઈ વાત નથી કરવી, મોટર ભગાડ તેમ કહેતા રાજવીરે અર્ટીગા ચાલુ કરીને ફૂલસ્પીડમાં ભગાડવાનું શરૂ કર્યું હતું. આ વેળાએ શક્તિભાઈએ મોટરનું સ્ટીયરીંગ પકડી લેતા અને મોટર ભગાડવામાં આવતા ઢસડાયેલા શક્તિભાઈને ગોઠણ, ખભ્ભા તથા વાંસામાં ઈજા થઈ છે. તેઓને પછાડી દઈ આ શખ્સો નાસી ગયા છે. સિટી બી ડિવિઝનમાં શક્તિભાઈએ ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh