Advertisement
Author: નોબત સમાચાર

વસઈ પાસે કોર્પોરેટરના ભત્રીજા પર થયેલા ફાયરીંગના ગુન્હામાં છ આરોપીની કરાઈ ધરપકડઃ છની શોધખોળ

બે તમંચા, ત્રણ કારતૂસ, હથિયાર, મોટર સહિત રૂ।.૧૮ લાખનો મુદ્દામાલ કબજેઃ

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૨૫: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઈ ગામ પાસે રવિવારે રાત્રે થાર મોટરમાં જતાં જામ્યુકોના વિરોધપક્ષના પૂર્વ નેતાના ભત્રીજા સહિતના યુવાનો પર ફાયરીંગ કરાયાના ચકચારી પ્રકરણમાં ગઈકાલે પોલીસે છ આરોપીને દબોચી લીધા છે. આ ગુન્હામાં હજુ છ આરોપીની શોધ કરાઈ રહી છે. તમંચા, પાઈપ, છરી, બે મોટર સહિત રૂ।.૧૮ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામનગર મહાનગર પાલિકાના વિરોધપક્ષના પૂર્વ નેતા અને નગરસેવક અસલમ ખીલજીના ભત્રીજા શાહનવાઝ મહંમદહનીફ ખીલજી તેમજ રઉફ ગુલાબહુસેન સહિતના ચાર યુવાન ગયા રવિવારે ચા પીવા માટે જીજે-૧૦-ઈએચ ૩૧૩૦ નંબરની થારમાં ખંભાળિયા ધોરમાર્ગ પર જતા હતા ત્યારે વસઈ ગામ નજીક એક હોટલ પાસે પાછળથી જીજે-૧૦-ઈસી ૭૮૬ નંબરની થાર તથા એક બલેનો મોટર ધસી આવી હતી.

આ મોટરથી શાહનવાઝ ખીલજીની મોટરને ટક્કર મારી દેવામાં આવી હતી. રોડ ઉતરી ગયેલી શાહનવાઝની મોટરમાંથી ચારેય યુવાન ઉતરીને નાસવા માંડ્યા હતા. આ વેળાએ તેમના પર તમંચામાંથી ફાયરીંગ કરાયું હતું અને છરી, લોખંડના પાઈપ, કોયતાથી હુમલો કરાયો હતો. આ બાબતની નગરસેવક અસલમ ખીલજીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને આ હુમલો તેમના જ વોર્ડના બીજા નગરસેવક અને હાલમાં જેલમાં રહેલા અલ્તાફ ગફાર ખફીના ઈશારે તેના ભાઈ અનવર ગફાર, મુખ્તાર ઉર્ફે ટોપી અબ્બાસ કુરેશી, મહેબુબ બોદુ ખફી, હનીફ મુસા ખફી, હુસેન બોદુ ખફી, મોહસીન મહેબુબ રૂમી, હમીદ જાનમહંમદ બ્લોચ ઉર્ફે રાંજા, તબરેજ રફીક હાલાણી, નુરમામદ સીદીકી, તોઈઝખાન ફિરોઝખાન શેખ, વિજય ઘેલાભાઈ સીંગરખીયા ઉર્ફે ગોના નામના શખ્સોએ કર્યાનું જણાવ્યું હતું.

ઉપરોક્ત આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે નાકાબંધી કરી હતી અને એલસીબી ટીમ તપાસમાં જોતરાઈ હતી. જેમાં એસઓજી ટીમ, સિક્કા પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો. તે પછી ગઈકાલે આરોપીમાંથી મોહસીન ઉર્ફે મુસો મહેબુબ, હમીદ ઉર્ફે રાંજો, તબરેજ રફીક, નુરમામદ સીદીકી, તોઈઝખાન ઉર્ફે પપ્પુ શેખ, વિજય ઉર્ફે ગોનો સીંગરખીયા ઝડપાઈ ગયા હતા. આ શખ્સો પાસેથી દેશી બનાવટના બે તમંચા, ત્રણ જીવંત કારતૂસ, ચાર પાઈપ, એક છરી, એક કોયતો, એક હથોડી તેમજ રૂ।.૩ લાખની બલેનો મોટર અને રૂ।.૧પ લાખની થાર મળી કુલ રૂ।.૧૮,૧૦,૪૪૦નો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે.

ઉપરોક્ત ગુન્હામાં અલ્તાફ ખફી, અનવર ગફાર ખફી, મુખ્તાર ઉર્ફે ટોપી, મહેબુબ બોદુ ખફી, હનીફ મુસા ખફી, હુસેન બોદુ ખફીની શોધખોળ કરવામાં આવી રહી છે.

ત્રણેક મહિના પહેલાં એક હુમલા પછી

બે નગરસેવક વચ્ચે વેરના વાવેતર પછી હુમલાના નોંધાયા ત્રણ બનાવ...

જામ્યુકોના વિરોધપક્ષના પૂર્વ નેતા અસલમ ખફી પર ત્રણેક મહિના પહેલાં લાલબંગલાથી ટાઉનહોલ વચ્ચેના રોડ પર પ્રાણઘાતક હુમલો થયો હતો. તે પછી ફેબ્રુઆરી મહિનાની ૨૦ તારીખે ઓસમાણ ખફી સહિતના યુવાનો પર તે હુમલાનો ખાર રાખી શાહનવાઝ ખીલજી સહિતના આઠ શખ્સોએ પાંચ હાટડી વિસ્તારમાં હલ્લો કર્યાે હતો.

ત્યારપછી ગયા રવિવારે શાહનવાઝ ખીલજી અને તેના ત્રણ મિત્ર પર વસઈ નજીક હુમલો કરી ફાયરીંગ કરાયું હતું. આમ એક જ વોર્ડના બે નગરસેવક વચ્ચે વેરના થયેલા વાવેતરમાં હુમલાના ત્રણ બનાવ નોંધાઈ ચૂક્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh