Advertisement
Author: નોબત સમાચાર

મેગા ડીસકનેક્શન ડ્રાઈવમાં ૩૯૨ વીજ જોડાણો કપાયાઃ ૭૧૯ કનેકશનો અંગે કડક કાર્યવાહી

વીજતંત્ર દ્વારા પાંચ સબ ડિવિઝનોમાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૫: ખંભાળીયા પી.જી.વી.સી. એલ.ના કાર્યપાલક ઈજનેર ગોઝીયા દ્વારા સુપ્રિ. ઈજનેર હસીત વ્યાસ તથા એમ.ડી. કેતન જોશીના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા ડિવિઝનના પાંચ સબ ડિવિઝનો ખંભાળીયા શહેર, ગ્રામ્ય, વડત્રા, રામનગર અને ભાણવડમાં બાકી વીજબીલો અંગે ખાસ ડીસકનેકશન ડ્રાઈવ યોજી હતી.

પાંચેય કચેરીઓમાં ૧૩૪૮ વીજ ધારકોના ૨૮.૬૬ લાખની વીજ બીલની રકમ બાકી હોય, ૪૬ ટીમો દ્વારા વીજ જોડાણો કાપવાની કામગીરી કરીને ૩૯૨ વીજ જોડાણો કાપવામાં આવ્યા હતા. જેની કુલ રકમ ૧૦.૩૪ લાખ છે.

પી.જી.વી.સી.એલ.ની આ કડક કાર્યવાહીના પગલે ૩૨૭ વીજ ગ્રાહકો તેમની બાકી બીલની રકમ ૬.૧૭ લાખ કચેરીએ ભરી ગયા હતા. બાકી રહેતા ૭૧૯ વીજ કનેકશનોની રૂ।. ૧૬.૫૧ લાખની રકમ માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. થોડા જ સમય પહેલા પી.જી.વી.સી.એલ. દ્વારા ૫૦ ટીમો સાથે ખંભાળીયા ડિવિઝનમાં ચેકીંગ કરીને ૪૫૦ જેટલા જોડાણો કાપીને લાખોની કડક વસૂલાત થઈ હતી. જે પછી ફરી આવો રાઉન્ડ લેેતા બાકીદારોમાં ફફડાટ સાથે કડક કાર્યવાહીથી બીલો ભરતા થઈ ગયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh