Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતની તમામ જિલ્લા અદાલતોમાં એ-ફોર સાઈઝનો કાગળ ફરજિયાતઃ ફોન્ટ તેમજ માર્જીનનો નવો નિયમ

વકીલો અને અસીલો કૃપયા ધ્યાન દે...

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧: ગુજરાતની તમામ જિલ્લા અદાલતમાં એ-ફોર સાઈઝનો પેપર ફરજિયાત કરાયો છે અને ફોન્ટ અને માર્જિનનો પણ નિયમ બદલાયો છે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક પરિપત્ર જાહેર કરી હવેથી રાજયની તમામ જિલ્લા અદાલતો-કોર્ટોમાં તમામ પ્રકારની પિટિશન, એફિડેવીટ, એપ્લીકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે એ-૪ સાઇઝના પેપર પર જ દાખલ કરવાના રહેશે. રાજયની તમામ જિલ્લા અદાલતો માટે લાગુ પાડવામાં આવેલ આ નિયમની અમલવારી પહેલી જાન્યુઆરી, ૨૦૨૬થી કરવી પડશે.

પરિપત્રમાં ચોક્કસ એ-૪  સાઇઝના પેપરના ઉપયોગની સાથે સાથે તેની કવોલિટી, ગુજરાતી ફોન્ટ, અંગ્રેજી ફોન્ટ, લાઇન સ્પેસિંગ સહિતની બાબતોનો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે. તેથી તેની આ નિયમાનુસાર અમલવારી કરવાની રહેશે.

પેપરની વિગત જોઈએ તો, એ-૪ સાઇઝ (૨૯.૭ સે.મી ટ ૨૧ સે.મી.), ક્વોલિટી ઓછામાં ઓછી ૧૫ જીએસએમ પ્રકારની હોવી જોઈશે, બંને બાજુ પ્રિન્ટીંગ શક્ય રહેશે, ગુજરાતી ફોન્ટ એલએમજી અરૂણ - ટેરાફોન્ટ અરૂણ (ફોન્ટ સાઇઝ ૧૬), લાઈન સ્પેસિંગ ૧.૫ (કવોટેશન અને ઇન્ડેન્ટ માટે), ઉપરાંત ડાબે-જમણે ચાર સે.મી.નું અને ઉપર નીચે ૨ સે.મી.નું માર્જિન રાખવાનું રહેશે. ગુજરાત રાજયની તમામ જિલ્લા અદાલતોમાં એ-૪ સાઇઝના પેપર સહિતની ઉપરોકત નિયમો અને નિર્દેશોની પહેલી જાન્યુઆરી, ૨૦૨૬થી અમલવારી કરવાની રહેશે.

નીચલી કોર્ટમાં અત્યાર સુધી લીગલ સાઈઝ, એ-૪ સાઇઝ સિવાયની મોટી સાઇઝમાં પણ ફાઇલિંગ થતું હતું. પિટિશનની મુખ્ય કોપી લેજર પેપર પર થતી હતી. કોઈપણ અરજી કે, ફરિયાદ તથા સોગંદનામા કોઈપણ સાઇઝમાં ફાઇલ થઈ શકતા હતા. જો કે, હવે હાઇકોર્ટના પરિપત્રના કારણે એ-૪ સાઇઝ પેપર, ફોન્ટ, માર્જિન, લાઇન સ્પેસિગ સહિતની તમામ બાબતોમાં ચોકસાઈ, બારીકાઈ અને એકસમાનતા જળવાશે. ગુજરાત હાઇકોર્ટના આ નવા નિર્ણયને લઈ રાજયની નીચલી અદાલતોમાં વકીલો-પક્ષકારો સહિત કોર્ટ કર્મચારીઓમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh