Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લાલ પરિવાર દ્વારા આયોજીત સર્વરોગ નિદાન કેમ્પનો બહોળા પ્રમાણમાં દર્દીઓએ લીધો લાભ

માતા પૂ. મંજુલાબેન હરિદાસ લાલના જન્મદિનની સેવાકીય ઉજવણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગર શહેરના ઉદ્યોગપતિ લાલ પરિવારના વડીલ પૂ. મંજુલાબેન હરિદાસ લાલના જન્મદિવસે માનવ સેવાયજ્ઞનું આયોજન કરીને માતાના જન્મદિવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

શહેરમાં વિવિધ સેવા પ્રવૃત્તિઓ માટે સતત કાર્યરત શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે લાલ પરિવારના વડીલ પૂ. મંજુલાબેન લાલના જન્મ દિવસની ઉજવણીના અનુસંધાને ત્રણબત્તી વિસ્તારમાં ઝુલેલાલ મંદિર સામેની વિશાળ જગ્યા પર જી.જી. હોસ્પિટલના સહયોગથી સર્વરોગ નિદાન યજ્ઞ આયોજીત કરવામાં આવ્યો હતો, જેમાં કાન-નાક-ગળાના રોગીઓ માટે ઉપરાંત આંખ, હાડકાના દર્દી, મેડીસીન, સર્જરી જેવા રોગના દર્દીઓને જી.જી. હોસ્પિટલની તબીબોની ટીમે તપાસીને જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.

આ સર્વરોગ નિદાન વેળાએ, જેમના જન્મદિવસે આ માનવ સેવાયજ્ઞ યોજવામાં આવ્યો હતો તે પૂ. મંજુલાબેન હરિદાસ લાલ તેમજ આયોજક સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલ ઉપરાંત શહેરના પ્રિન્ટ મીડિયા તથા ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તથા મિત્રો-શુભેચ્છકો અને કાર્યકરો સાક્ષી બન્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh