Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈટ્રા દ્વારા ધન્વન્તરિ મેદાનમાં લાઈવ સ્ટેમ વર્કશોપમાં
જામનગર તા. ર૩: ઈટ્રા જામનગર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-ર૦ર૬ નિમિત્તે 'લાઈવ સ્ટેમ વર્કશોપ'નું આયોજન કરાયું છે, જેમાં સરકારી શાળાના ૪૦૦ વિદ્યાર્થીઓ વિજ્ઞાન આધારિત રસપ્રદ રમકડા બનાવશે, અને વિજ્ઞાન, ટેકનોલોજી, ઈજનેરી અને ગણિતના સંયોજનની નૂતન પરિભાષા એટલે 'સ્ટેમ'થી વિદ્યાર્થીઓને માહિતગાર કરાશે.
જામનગર મહાનગરાાલિકા હેઠળની અને વિવિધ સરકારી શાળાઓમાં ધોરણ ૬ થી ૧૦ મા અભ્યાસ કરતા આશરે ૪૦૦ વિદ્યાર્થીઓ તા. ર૩ થી ર૬ ફેબ્રુઆરી સુધી ૪ દિવસીય કાર્યક્રમ ધન્વન્તરિ મેદાન ઈટ્રામાં યોજાઈ રહ્યો છે. વર્કશોપ ખાસ કરીને સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ છે અને તેનો સંપૂર્ણ ખર્ચ ઈટ્રા જામનગર દ્વારા ઊઠાવવામાં આવ્યો છે.
આ લાઈવ સ્ટેમ વર્કશોપ અંતર્ગત સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિજ્ઞાન, ઈજનેરી, ટેકનોલોજી અને ગણિત (સ્ટેમ) વિષય સંબંધિત તજજ્ઞોના માર્ગદર્શન હેઠળના માહિતીપ્રદ અને વિવિધ શૈક્ષણિક રમકડાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આ સ્ટેમ વર્કશોપ સાથે ઈટ્રા દ્વારા આયુર્વેદ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓમાં ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ-આયુર્વેદ વિશે જાગૃતિ ફેલાય. વિદ્યાર્થીઓ આયુર્વેદના સિદ્ધાંતો પાછળનો વૈજ્ઞાનિક આધાર, વિવિધ સારવાર પદ્ધતિઓ અને આપણ આસપાસ ઉપલબ્ધ ઔષધિય વનસ્પતિના ઔષધીય ગુણધર્મો વિશે માહિતી મેળવશે.
કાર્યક્રમ માટે ઈટ્રા દ્વારા જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ મારફતે નિઃશુલ્ક પ્રવેશ પાસનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર વર્કશોપ એમ.ડી. મહેતા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોળના સહયોગથી યોજાઈ રહ્યો છે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન જામનગરના કલેક્ટર કેતન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયે ડો. તનુજા નેસારી, ડાયરેક્ટર, ઈટ્રા તથા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-ર૦ર૬ આયોજન સમિતિના અધ્યક્ષ તરીકે જોડાયા હતાં. કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે રાધેશ્યામ પાંડે, પ્રિન્સિપાલ, નંદવિદ્યા નિકેતન ઉપસ્થિત રહ્યા હતાં તથા વિશેષઅતિથિ તરીકે સંકલ્પના પ્રમુખ લેખક અને સંચાલક ડો. દિપક પાંડે તથા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોળના પ્રોગ્રામ ઓફિસર સંજય પંડ્યા હાજર રહ્યા હતાં. આ સમગ્ર માસ દરમિયાન ચાલનારી પ્રવૃત્તિઓનું આયોજન ઈટ્રા ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ ડો. ગોપીનાથ અગ્નિહોત્રમ્, બાયોકેમિસ્ટ્રી લેબોરેટરીના વડા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial