Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીલણા એકાદશમી નિમિત્તે
દ્વારકા તા. ૬: પવિત્રા એકાદશીને જીર્ણા કે જીલણા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્વારકાધીશ જગતમંદિરના મુખ્ય પટ્ટરાણીવાસમાં આવેલા રાધેકૃષ્ણ મંદિરના બાલસ્વરૂપ દ્વારકાધીશ નગરના પવિત્ર સરોવરમાં સ્નાનાર્થે ગમન કરે છે. જેમાં દ્વારકાસ્થિત સૂર્યકુંડ કે જે હાલમાં કૃકલાશ કુંડ પણ કહેવાય છે. તેમાં સ્નાન કરાવવામાં આવે છે. આ ઉત્સવમાં કકલ એટલે કે નોળિયારૂપી નૃગરાજાનો ભગવાન શ્રીકૃષ્ણે ઉદ્ધાર કરેલ તે કુંડમાં સ્નાનાર્થે ભગવાનનું બાલસ્વરૂપ મુખ્ય મંદિરેથી આવી ઠાકોરજીને પૂજન-અર્ચન કરી પંચામૃતથી નવડાવી કુંડમાં સ્નાન કરાવવામાં આવે છે. પવિત્ર્જા એકાદશીના દિને ભગવાનનું જ એક બાલ સ્વરૂપ નગરજનોને દર્શન આપી એક ઉત્કૃષ્ટ પ્રજાપાલક તરીકે બધાની ઈચ્છા પરિપૂર્ણ કરે છે. દ્વારકાધીશ એ અહીંના રાજા હોય તેઓને એક રાજાની આન, બાન અને શાન હોય તેવા ઠાઠમાં ઠાકોરજીનું બાલસ્વરૂપ શહેર ભ્રમણ કરે છે અને દ્વારકા પોલીસ તેમજ એસ.આર.પી.ના જવાનો ખડેપગે રહી દ્વારકાના રાજાને ગાર્ડ ઓફ ઓનર પણ આપે છે. આ વખતે પણ રાણીવાસના પૂજારી આનંદભાઈ ઉપાધ્યાય તથા વિજયભાઈ વિગેરે દ્વારા શાહી ઠાઠ સાથે ઠાકોરજીની પાલખી કાઢી વાજતે ગાજતે કૃષ્ણા કુંડ પહોંચી તમામ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર જીલણા એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial