Advertisement
Author: નોબત સમાચાર

પ્રેમલગ્ન કરનાર યુવતી તથા પતિ પર માતા પિતાનો હુમલોઃ બાઈકચાલકે પથ્થર ઝીંક્યો

ડીકેવી કોલેજના પટાંગણમાં વિદ્યાર્થીને ધોકાવાયોઃ અજાણ્યા શખ્સનો છરીથી હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: કાલાવડના હરીપરમાં રહેતી એક યુવતીએ પ્રેમલગ્ન કર્યા પછી ગઈકાલે પતિ સાથે કાલાવડ શહેરમાં પાણીપૂરીની રેંકડીએ ઉભી હતી ત્યારે ત્યાં ધસી આવેલા તેના માતા-પિતાએ આ યુવતી તથા તેના પતિને માર મારી હુમલો કર્યાે હતો. બાઈક પાછળથી અડાડી દઈ એક યુવાનને બીજા બાઈકચાલકે પથ્થરથી માર માર્યાે હતો. ડીકેવી કોલેજના પટાંગણમાંથી ઉભા થઈને ચાલ્યા જવાનું કહી એક વિદ્યાર્થીને ચાર શખ્સે લમધાર્યાે હતો. જ્યારે મયુરનગર પાસે અજાણ્યા શખ્સે એક યુવાન પર છરીથી હુમલો કર્યાે હતો અને મિત્રના સાળાના ઝઘડામાં વચ્ચે પડનાર એક યુવાનને છરી-તલવારથી હુમલો કરી ઈજા પહોંચાડાઈ હતી.

જામનગરના મોરકંડા રોડ પર રબાની પાર્કમાં રહેતા શોયબભાઈ મેરૂભાઈ થૈયમ નામના યુવાન ગઈ તા.૨૨ની બપોરે એસટી ડિવિઝન નજીક બુરહાની પાર્ક પાસેથી પોતાના બાઈક પર જતા હતા ત્યારે જીજે-૧૦-ડીજી ૪૬૭૪ નંબરના બાઈકના ચાલકે પાછળથી બાઈક ટકરાવ્યા પછી ગાળો ભાંડી ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત ત્યાં પડેલા પથ્થર ઉપાડી ઘા કરતા એક પથ્થર નાક પાસે અને બીજો પડખામાં વાગી જતાં શોયબભાઈને ઈજા થઈ હતી. તેઓએ સિટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ શહેરમાં રણુજા રોડ પર રહેતા વૈશાલીબેન સાગરભાઈ મકવાણા અને તેમના પતિ સાગરભાઈ મુકેશભાઈ મકવાણા ગઈકાલે સાંજે કાલાવડમાં સરકારી હોસ્પિટલ નજીક પાણીપૂરીની રેંકડીએ ઉભા હતા ત્યારે ત્યાં ધસી આવેલા કાલાવડ તાલુકાના હરીપરમાં રહેતા વૈશાલીબેનના પિતા ધર્મેન્દ્રભાઈ તુલસીભાઈ ચૌહાણ અને માતા વીજયાબેન ધર્મેન્દ્રભાઈ ચૌહાણે ઝઘડો શરૂ કર્યાે હતો.

થોડા દિવસ પહેલાં વૈશાલીબેને ઘરેથી ભાગી જઈને સાગર સાથે લગ્ન કરી લીધા હતા. તે બાબતનો ખાર રાખી પિતા તથા માતાએ હુમલો કર્યાે હતો. સાગરભાઈને વાળ પકડી ગાળો ભાંડવા ઉપરાંત ધર્મેન્દ્રભાઈએ ફડાકા ઝીંક્યા હતા અને વિજયાબેને ઢીકાપાટુથી માર માર્યાે હતો. આ વ્યક્તિઓએ હવે ક્યાંય ભેગા થશો તો મારી નાખીશંુ તેવી ધમકી આપી હતી.

જામનગરના રામેશ્વરનગર પાછળ પટેલ વાડીની શેરી નં.૧માં રહેતો હાર્દિક માણસીભાઈ મુન નામનો વિદ્યાર્થી ગઈકાલે સાંજે ડીકેવી કોલેજના કમ્પાઉન્ડમાં બેસીને એસાઈમેન્ટ લખતો હતો ત્યારે ત્યાં ધસી આવેલા રોનક ખફી અને ત્રણ અજાણ્યા શખ્સે ઉભો થઈને ચાલ્યો જા તેમ કહેતા હાર્દિક ઉભો થયો ન હતો તે પછી ઝઘડો શરૂ કરાતા હાર્દિક કોલેજના પાર્કિંગમાં પોતાનું બાઈક લેવા ગયો હતો જ્યાં ધસી આવેલા આ ચારેય શખ્સે ગાળો ભાંડી ઢીકાપાટુથી માર મારી ધમકી આપી હતી.

જામનગરના મયુરનગર નજીક પ્રજાપતિ વાડી પાસે રોડ પર વામ્બે આવાસમાં રહેતા લાલગીરી દિલીપગીરી ગોસ્વામી તથા ખેરાજ હીરાભાઈ પરમાર નામના યુવાન ગઈકાલે બપોરે જતા હતા ત્યારે એક અજાણ્યો શખ્સ ગાળાગાળી કરવા લાગતા તેને લાલગીરીએ ગાળો બોલવાની ના પાડી હતી આથી ઉશ્કેરાયેલા અજાણ્યા શખ્સે છરીથી હુમલો કરી કમર, બગલ તથા છાતીમાં ત્રણ ઘા ઝીંકી દીધા હતા. લોહીલોહાણ લાલગીરીને સારવારમાં ખસેડાયા છે તેના મોટાભાઈ જયેશગીરી ગોસ્વામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના બેડેશ્વરમાં ગરીબનગર પાણાખાણમાં રહેતા રમઝાન મીરમામદ સંઘવાણીના મિત્ર પ્રકાશના સાળા કારા સાથે હનુમાન ટેકરીમાં રહેતા શખ્સોએ ઝઘડો કરતા ગઈકાલે રાત્રે રમઝાન છોડાવવા માટે વચ્ચે પડયો હતો. તેને જગદીશ ગલચરે ગાળો ભાંડી હતી અને દીપક નામના શખ્સે છરી હુલાવી દીધી હતી. જ્યારે રાહુલ નામના શખ્સે તલવાર વીંઝી હતી. રમઝાનને સારવારમાં ખસેડાયો છે. તેની ફરિયાદ પરથી પોલીસે જગદીશ ઉર્ફે જગા, દીપક તથા રાહુલ સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh