Advertisement
Author: નોબત સમાચાર

મેક્સિકોના ર૦ રાજ્યોમાં આગજની, ચક્કાજામ સાથે વ્યાપક હિંસાઃ રપ સૈનિકો સહિત ૩ર ના મૃત્યુ

ડ્રગ લોર્ડ અલ મોન્યોના મૃત્યુ પછી તેના સમર્થકોના હિંસક તોફાનો

                                                                                                                                                                                                      

મેક્સિકો સિટી તા. ર૪: મેક્સિકોના ર૦ રાજ્યોમાં હિંસા ફાટી નીકળતા સૈનિકો સહિત ૩ર ના મોત થયા છે. તોફાનીઓએ ર૦ બેંકોને આગ ચાંપી દીધી હતી. મેક્સિકોમાં માન્યોના સમર્થકોએ કહેર મચાવ્યો છે.

મેક્સિકોમાં ડ્રગ લોર્ડ અલ મેન્યોના મૃત્યુ પછી સોમવારે હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા છે. મેન્યોના સમર્થકોએ ર૦ રાજ્યોમાં હિંસા ફેલાવી છે. ઘણી જગ્યાએ રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતાં અને વાહનો અને ર૦ થી વધુ સરકારી બેંક શાખાઓને આગ ચાંપી દેવામાં આવી છે.

અંગ્રેજી ચેનલોના અહેવાલો મુજબ જાલિસ્કો લોકડાઉન હેઠળ છે, જે એક શહેર છે જે ફીફા ર૦ર૬ માટે યજમાન શહેરોમાંનું એક છે. વિવિધ શહેરોમાં ઓછામાં ઓછા ૩ર મૃત્યુ થયા છે, જેમાં રપ સૈનિકોનો સમાવેશ થાય છે. ઓપરેશન દરમિયાન સેનાએ સશસ્ત્ર વાહનો અને રોકેટ લોન્ચર સહિત મોટી સંખ્યામાં શસ્ત્રો જપ્ત કર્યા છે.

હકીકતમાં મેક્સિકન સેનાએ રવિવારે એક ઓપરેશન હાથ ધર્યું હતું અને દેશના સૌથી પ્રખ્યાત ડ્રગ લોર્ડ અલ મેન્યોને મારી નાખ્યો હતો. તે લશ્કરી ઓપરેશન દરમિયાન ઘાયલ થયો હતો. તેને મેક્સિકો સિટી લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નિપજ્યું. આ ઓપરેશનમાં મેન્યો ઉપરાંત આઠ અન્ય ગુનેગારો પણ માર્યા ગયા.

મેક્સિકોન સંરક્ષણ પ્રધાન રિકાર્ડો ટ્રેવિલાના જણાવ્યા અનુસાર મેન્યોનું સ્થાન તેની ગર્લફ્રેન્ડ દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું. સેના લાંબા સમયથી તેનો પીછો કરી રહી હતી. ટ્રેવિલાએ એક પ્રેસ બ્રીફિગમાં જણાવ્યું હતું કે, ગુપ્તચર એજન્સીઓએ અલ મેન્યોની ગર્લફ્રેન્ડ સાથે સંકળાયેલા એક વિશ્વસનીય સહયોગીને ઓળખી કાઢ્યો હતો અને તેની ગતિવિધિઓ પર નજર રાખી હતી.

આ વ્યક્તિ અલ મેન્યોની ગર્લ્ડફ્રેન્ડને જાલિસ્કો નજીકના એક કમ્પાઉન્ડમાં લઈ ગયો હતો અને સેના તેનો પીછો કરીને કમ્પાઉન્ડમાં ગઈ હતી, જ્યારે મહિલા ત્યાંથી નીકળી ગઈ, ત્યારે અધિકારીઓને ખાતરી થઈ ગઈ કે અલ મેન્યો કમ્પાઉન્ડની અંદર છે, જે ભારે સુરક્ષાથી ઘેરાયેલો છે.

સુરક્ષા દળોએ તરત જ એક ઓપરેશન શરૂ કર્યું અને એક દિવસ પછી સમગ્ર વિસ્તારને ઘેરી લીધો. તેમણે જણાવ્યું હતું કે લશ્કરી ઘેરાબંધી દરમિયાન મેન્યોને વફાદાર બંદુકધારીઓએ સેના પર ગોળીબાર કર્યો. સેનાએ વળતો ગોળીબાર કર્યો, જેમાં મેન્યો ઘાયલ થયો. તેના સાથીઓ તેની સાથે નજીકના જંગલમાં ભાગી ગયા. ઘણાં પ્રયાસો પછી સૈનિકોએ તેને શોધી કાઢ્યો. ઘાયલ માફિયા માણસને હેલિકોપ્ટર દ્વારા મેડિકલ સેન્ટર લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ તે અને તેના બે અંગરક્ષકો રસ્તામાં જ મૃત્યુ પામ્યા. મેન્યો પર રૂ।. ૧૩૬ કરોડ (૧.૬ બિલિયન ડોલર) નું ઈનામ હતું.

એલ મેન્યો જેલિસ્કો નયૂ જનરેશન કાર્ટેલનો વડા હતો. જેલિસ્કો કાર્ટેલ મેક્સિકોમાં ડ્રગ્સનું ઉત્પાદન અને વેંચાણ કરવા, સ્થાનિક વ્યવસાયો પાસેથી પૈસા પડાવવા અને ઘણાં વિસ્તારોમાં લોકોને આતંકિત કરવા માટે કુખ્યાત છે. આ કાર્ટેલ અમેરિકાના તમામ પ૦ રાજ્યોમાં હાજરી ધરાવે છે. યુએસ સરકારે એલ મેન્યો પર રૂ।. ૧૩૬ કરોડ (યુએસ બિલિયન ડોલર) નું ઈનામ રાખ્યું હતું. યુએસ પ્રમુખ ટ્રમ્પ કેટલાક સમયથી મેક્સિકો પર અલ મેન્યો સામે કાર્યવાહી કરવા દબાણ કરી રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh