Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિહિપના સદસ્યો દોડી ગયાઃ
જામનગર તા. ૨૯: ખંભાળિયામાંથી વિશ્વ હિન્દુ પરિષદના સદસ્યોએ ધર્મ પરિવર્તનનું કૌભાંડ પકડી પાડ્યું છે. નેપાળનું એક દંપતી અને મધ્યપ્રદેશનો એક શખ્સ આદિવાસીઓને પ્રલોભન આપી ખ્રિસ્તી ધર્મ અપનાવવા પ્રેરતા હતા ત્યારે વિહિપના સદસ્યો દોડી ગયા હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.
ખંભાળિયા તાલુકાના શક્તિનગર વિસ્તારમાં એક મકાનમાં કેટલાક વ્યક્તિઓ એકઠા થઈ ધર્મ પરિવર્તન કરાવવાનું કૃત્ય કરાવતા હોવાની વિગતો ખંભાળિયામાં રહેતા અને વિશ્વ હિન્દુ પરિષદમાં જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે સેવા આપતા કિરણબેન વિજયભાઈ કટારીયા તથા અન્ય વ્યક્તિઓ પોલીસ કાફલાને સાથે રાખી ગઈકાલે બપોરે શક્તિનગરમાં શિરૂ તળાવ પાસે વાલાભાઈ દેરાજભાઈ સરઠીયાના મકાનમાં પહોંચી ગયા હતા.
આ સ્થળેથી દીપક રઘુવીરસિંગ બિશ્વકર્મા, દીપાબેન દીપકભાઈ બિશ્વકર્મા, મુકેશ સુભાષભાઈ અજનાર નામના ત્રણ વ્યક્તિ મળી આવ્યા હતા. આ વ્યક્તિઓ આદિવાસી સમાજના કેટલાક વ્યક્તિઓને આર્થિક લાભ આપવાની લાલચ બતાવી હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે અનુરોધ કરતા હોવાનું બહાર આવ્યું છે. આ વ્યક્તિઓ સામે કિરણબેને ખુદ ફરિયાદી બની ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ વ્યક્તિઓ જેમાં નેપાળનું દંપતી અને મધ્યપ્રદેશના શખ્સનો સમાવેશ થાય છે તેઓ હિન્દુ આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા પ્રલોભનો આપતા હોવાનું ખૂલ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial