Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકીઃ
જામનગર તા. ૨૯: જામનગર વોર્ડ નંં.૧માં આવેલ જોડીયા ભૂંગા વિસ્તારમાં શાળા નં.૩૦ માં આરોગ્ય મંદિર આવેલ છે. જેની હાલત જાળવણી અને યોગ્ય સમયે સમારકામના અભાવે ખૂબ જ જર્જરિત થઈ ગયેલ છે. આ આરોગ્ય મંદિરના બાંધકામને આશરે ૩૦ વર્ષ જેટલો સમય થયો છે. અને અહીં કોઈપણ જાતની સફાઈ કે સમયાન્તરે જે સમારકામ કરવું જોઈએ એ ન થવાને કારણે આ સંપૂર્ણ બાંધકામ જર્જરિત અને ગંદકી તેમજ કચરાથી ભરાઈ ગયેલ છે. આ આરોગ્ય મંદિરના ઉપરના બે માળ ખૂબ જ ખરાબ હાલતમાં છે અને પડતર બાંધકામ હોય તેવી પરિસ્થિતિ છે. અહીંના શૌચાલય ઉપયોગમાં ન લઈ શકાય તેવી હાલતમાં છે. અને જ્યાં જૂઓ ત્યાં ગંદકી અને કચરાના ઢગલા છે.
આ આરોગ્ય મંદિરના પ્રશ્ને સંબંધિત વિભાગ દ્વારા તાકિદે યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી સાથે અનવર સંઘારે ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial