Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાની આવકમાં ૯૦ ટકા અને ખર્ચમાં ૭પ ટકા સિદ્ધિ

આજે લેવુંવર્ષ ર૦રપ-ર૬ ના રિવાઈઝ્ડ બજેટ પછીના વાસ્તવિક આંકડાઓ જોતા

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ જામનગર મહાનગરપાલિકાએ કુલ ૧રરર.ર૮ કરોડની આવકના અંદાજ સાથે રૂ।. ૧૧૦૦.૦૭ કરોડની આવક મેળવી છે, જ્યારે ૧૩૯૪.૮પ કરોડના ખર્ચ સામે ખરેખર ખર્ચ રૂ।. ૧૦૪૪.૬૮ કરોડનો કર્યો હતો. નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ ના રિવાઈઝડ બજેટના અંદાજો પૂર્ણ કરવા માટે મહાનગરપાલિકાએ લગભગ ૯૦ ટકા સિદ્ધિ હાંસલ કરી છે.

જામનગર મહાનગર પાલિકા મહેસુલ આવકના રૂ।. પરર.પ૮ કરોડના અંદાજ સામે રૂ।. ૪૭૦.૮૪ કરોડ, કેપિટલ ભંડોળથી રૂ।. ૪૪ કરોડની આવક સામે રૂ।. ર૧.૮૯ કરોડ, ગ્રાન્ટની રૂ।. પ૭૪.૭૦ કરોડની આવક સામે રૂ।. પ૪૬.૯પ કરોડ ડિપોઝિટની રૂ।. ૭૯ કરોડ સામે રૂ।. ૬૦.૧૦ કરોડ એડવાન્સ આવકમાં ર કરોડ સામે રૂ।. ર૯ લાખ મળી કુલ રૂ।. ૧૧રર.ર૮ કરોડની આવક સામે રૂ।. ૧૧૦૦.૦૭ કરોડની આવક મેળવી છે.

તેની સામે ખર્ચની વિગત જોઈએ તો મહેસુલી ખર્ચમાં રૂ।. પ૪૪.ર૭ કરોડ સામે રૂ।. ૪૪ર કરોડનો ખર્ચ, કેપિટલ સ્વભંડોળમાં રૂ।. ૬૦.૭૦ કરોડની સામે રૂ।. ર૬ કરોડનો ખર્ચ, રૂ।. ૭૧૭.૧૮ કરોડના ખર્ચ સામે રૂ।. પ૪૧.પ૧ કરોડનો ખર્ચ, ડિપોઝિટ ખર્ચ રૂ।. ૬૮.પ૦ કરોડ સામે રૂ।. ૩૪.૭૦ કરોડ, એડવાન્સ ખર્ચના રૂ।. ૪.૧૦ કરોડના અંદાજ સામે રૂ।. ૪૭ લાખનો ખર્ચ મળી કુલ રૂ।. ૧૩૯૪.૮પ કરોડના ખર્ચ સામે ખરેખર રૂ।. ૧૦૪૪.૬૮ કરોડનો ખર્ચ થયો છે.

જ્યારે મહેસુલી આવકના અંદાજ સામે ખરેખર આવક જોઈએ તો મિલકત વેરામાં રૂ।. ૧૬પ કરોડ સામે રૂ।. ૧૬૩.૬પ કરોડ, સર્વિસ ચાર્જ રેલવે રૂ।. ૩પ કરોડ સામે કોઈ આવક થઈ નથી.

ટાઉન પ્લાનિંગની રૂ।. ૮૬.૬૯ ની આવકના અંદાજ સામે ખરેખર રૂ।. ૮૮.૧૯ કરોડની આવક થવા પામી છે. તેવી જ રીતે વોટર વર્કસમાં રૂ।. ૩૯.૦ર કરોડના અંદાજ સામે રૂ।. ૩૩.ર૯ કરોડ, બજાર-એસ્ટેેટમાં રૂ।. ૯.૬૯ કરોડના અંદાજ સામે રૂ।. ૭.૪૮ કરોડ, વ્યવસાય વેરાના રૂ।. ૮.૬૦ કરોડના અંદાજ સામે રૂ।. ૬.૬૬ કરોડ, વાહન વેરાના રૂ।. ૧ર કરોડના અંદાજ સામે રૂ।. ૧ર.૦પ કરોડ, રેવન્યુ ગ્રાન્ટની રૂ।. ૧૩૧.૩ર કરોડની આવક સામે રૂ।. ૧૩ર.૧૨ કરોડ, અન્ય આવક રૂ।. ૩પ.ર૬ કરોડ સામે રૂ।. ર૭.૪૦ કરોડની મળી કુલ રૂ।. પરર.પ૮ કરોડના અંદાજ સામે ખરેખર આવક રૂ।. ૪૭૦.૮૪ કરોડની થવા પામી છે.

કેપિટલ ગ્રાન્ટ-ખર્ચમાં અંદાજ કરતા ઘણો ઓછો ખર્ચ થયો છે. ખરેખર આ અંદાજો મળી તમામ કામો ચાલુ હોય, પરંતુ તા. ૩૧-૩-ર૦ર૬ સુધીમાં ભૌતિક પ્રગતિની સામે નાણાકીય પ્રગતિ બુક થઈ નથી. આ ખર્ચ સ્લિપ ઓવર થતા આગામી નાણાકીય વર્ષમાં બુક થશે. આમ આવકના અંદાજ સામે ૯૦ ટકા અને ખર્ચમાં ૭પ ટકા સિદ્ધિ હાંસલ કરી છે.

નાણાકીય વર્ષ ર૦ર૪-રપ મા રૂ।. ૯૩૪.પ૦ કરોડની આવક હતી. જેની સામે વર્ષ ર૦રપ-ર૬ માં રૂ।. ૧૧૦૦.૦૭ કરોડની આવક થવા પામી છે. વર્ષ ર૦ર૪-રપ માં ખર્ચ રૂ।. ૯૬૯.૯૪ કરોડ હતો તેની સામે વર્ષ ર૦રપ-ર૬ માં ખર્ચ રૂ।. ૧૦૪૪.૪૮ કરોડનો થવા પામેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh