Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફ્રેન્ચાઈઝી મેળવનાર આસામીએ લીધુ પોલીસનું શરણું:
જામનગર તા. ૪: ઓખામંડળના ભીમરાણામાં એક આસામીએ સુરતની ખાનગી પેઢીની ફ્રેન્ચાઈઝી શરૂ કરવા માટે રૂ.૫ લાખ ઉપરાંતની રકમ ભરપાઈ કર્યા પછી ફ્રેન્ચાઈઝીમાં કામ કરવા માટે પેઢીએ ફાળવેલા કર્મચારીઓ વિરૂદ્ધ મુખ્ય શાખામાં ફરિયાદ કર્યા પછી તે માણસોને પરત બોલાવી લઈ નવા માણસો ન મોકલી છેતરપિંડી કરાતા ફ્રેન્ચાઈઝીના સંચાલક એવા બે મહિલા સહિત છ સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભીમરાણામાં રહેતા ધીરેનભાઈ કરશનભાઈ પરમાર નામના આસામીએ મીનીસ્ટ્રી ઓફ એગ નામની એક ખાનગી પેઢીની ભીમરાણામાં ફ્રેન્ચાઈઝી મેળવવા માટે રસ દાખવ્યા પછી ગયા સપ્ટેમ્બર મહિનામાં તે પેઢીના સંચાલકોનો સંપર્ક કર્યાે હતો.
સુરતમાં રહેતા નિશાંત ધમણવાલા, રાજેશ ધમણવાલા, પ્રિતમ પ્યારે, કરણ નામદાર, તનુશ્રી શર્મા, દિક્ષીતા નામના છ વ્યક્તિએ ફ્રેન્ચાઈઝી આપવા માટે વાતચીત કર્યા પછી ચાર કટકામાં કુલ રૂ.૫,૩૬,૮૪૬ ધીરેન્દ્રભાઈ પાસેથી મેળવ્યા હતા. તે રકમ સુરતની ઘોડદોળ રોડની આઈસીઆઈસીઆઈ બેંકની શાખામાં ટ્રાન્સફર કરી આપવામાં આવ્યા હતા.
ત્યારપછી ભીમરાણામાં મીનીસ્ટ્રી ઓફ એગની ફ્રેન્ચાઈઝી શરૂ કરી આપવામાં આવી હતી. તે આઉટલેટમાં ઉપરોક્ત વ્યક્તિઓએ કામ કરવા માટે મોકલેલા માણસો નુકસાન કરતા હોવાથી ધીરેન્દ્રભાઈએ મુખ્ય શાખાને જાણ કરી બીજા માસણોને મોકલી આપવાનું કહેતા હાલમાં કામ કરતા વ્યક્તિઓને પાછા બોલાવી લઈ અન્ય માણસોને ન મોકલવામાં આવતા ધીરેન્દ્રભાઈએ પોતાની સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી કરવા અંગે નિશાંત સહિત છ સામે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial