Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામેશ્વરનગરમાં વૃદ્ધને બે મહિલા સહિત ચારે ગાળો ભાંડીઃ
જામનગર તા. ૪: જામનગરના દિગ્વિજય પ્લોટમાં ઘર પાસેથી કૂતરા ભગાડવા બાબતે બે પાડોશીઓ વચ્ચે થયેલી માથાકૂટની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે પાંચ સામે ગુન્હો નોંધ્યો છે. લાલપુરના મુળીલામાં જાહેરમાં ન ન્હાવાનું કહેવા ગયેલા યુવાનને હાથમાં કુહાડી ઝીંકી દેવાઈ હતી અને રામેશ્વરનગરમાં એક વૃદ્ધને બે મહિલા સહિત ચારે ગાળો ભાંડી હતી.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૬૦માં રહેતા કનૈયાલાલ હીરાલાલ મંગે નામના યુવાને પોતાના પાડોશમાં જ રહેતા રમેશ મુળજીભાઈ દામા, નિતેશ રમેશભાઈ દામા તથા હિંમત રમેશભાઈ દામા સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ શુક્રવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે તેમનો ભત્રીજો સમીર સોડા લેવા માટે શેરીમાંથી જતો હતો ત્યારે કુતરા ભસવા માંડતા આ બાળકે કૂતરાને ભગાડ્યા હતા. આ વેળાએ સાથે રહેલા વ્યક્તિએ આ બાળકને ઠપકોે આપ્યો હતો.
આ વેળાએ જ રમેશ મૂળજીભાઈ દામા આવી જતા તેણે બોલાચાલી કરી હતી તેને સમજાવવા માટે કનૈયાલાલ જતા ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓએ પાઈપથી હુમલો કરી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જો તારો ભત્રીજો અહીંથી ફરીવાર નીકળશે તો એને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.
આ ફરિયાદની સામે નિતેશ રમેશભાઈ દામાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ કમલેશ હીરાનંદ મંગેનો પુત્ર સમીર શુક્રવારે રાત્રે કુતરા ભગાડતો હતો ત્યારે તેણે સમીરની પાછળ કૂતરૃં દોડતા કુતરાને ભગાડવા માટે નિતેશભાઇ તથા રમેશભાઈ મૂળજીભાઈ દામા ગયા હતા. આ વેળાએ બોલાચાલી થયા પછી લોખંડના પાઇપથી હુમલો કરી કમલેશ હીરાનંદ મંગે, કનૈયાલાલ હીરાલાલ મંગેએ માર મારી પોલીસમાં ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. પોલીસે બંને ફરિયાદ પરથી ગુન્હો નોંધી પાંચેય આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરી છે.
લાલપુર તાલુકાના મુરીલા ગામમાં રહેતા જાહીબેન દેવકીભાઈ વસરા અને તેમની પુત્રી શુક્રવારે પોતાના ખેતરમાં કામ કરતા હતા. ત્યારે જાહેરમાં નારણ પુંજાભાઈ વસરા ન્હાતો હતો. તે બાબતે જાહીબેન તથા તેમના પતિ દેવરખીભાઈ અને દિયર કહેવા જતા ઉશ્કેરાયેલા નારણ પુંજાભાઈએ પોતાની પાસે રહેલી કુહાડીથી હુમલો કરી જાહીબેનના દિયરને ઈજા પહોંચાડી હતી.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા રાધા ક્રિષ્ના પાર્કની શેરી નં.૨માં રહેતા રાજેશભાઈ નરોત્તમદાસ મશરૂ નામના વૃદ્ધ શનિવારે સાંજે પોતાના ઘર તરફ જતા હતા. ત્યારે રસ્તામાં કિશન ભરતભાઈ સોલંકી નામના રામેશ્વરનગરમાં નવજીવન સોસાયટીમાં રહેતા શખ્સે તેઓને આંતરી લીધા હતા.
તે મારા ભાઈ સામે જે કેસ કર્યો છે તે પાછો ખેંચી લે નહિતર સારાવાટ નહીં રહે તેમ કહી કિશન ભરતભાઈ તેમજ ભરત અમૃતલાલ સોલંકી, અર્ચનાબેન કિશનભાઇ, કાજલબેન કેતનભાઇ સોલંકીએ ગાળો ભાંડી હતી અને કિશને ધમકી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial