Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા શ્રી શક્તિદળ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોગ કેમ્પ શિબિરનો આરંભ

'યોગથી સ્વસ્થ દીર્ધકાલીન જીવન'

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજય યોગ બોર્ડની સુચના અનુસાર, જામનગરના  યોગ બોર્ડના યોગગુરૂ હર્ષિતાબેન મહેતાની આગેવાની હેઠળ જામનગરની દાયકાઓથી સેવાભાવિ સંસ્થા શ્રી શક્તિદળ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગત તા. ૧૭/૯/૨૦૨૫થી ત્રીસ દિવસ માટે સાત રસ્તા સર્કલા પાસે આવેલા તન્ના હોલ, જામનગરમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં જામનગર (દક્ષિણ)ના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, યોગ ગુરૂ હર્ષિતાબેન મહેતા, શ્રી શક્તિદળ સેવા ટ્રસ્ટના પ્રમુખ દર્શકભાઇ માધવાણી, મંત્રી ગીતાબેન સાવલા, મહંત શ્રી લહેશવરી બાપુ, દિલીપભાઇ સાવલા વિગેરે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગ્ટય કરી શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઇ અકબરીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી વિશ્વભરમાં ૨૧મી જૂનનો દિવસ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે મનાવવામાં આવે છે, દરેક વ્યક્તિએ યોગ સાધના કરવી જોઇએ.

યોગગુરૂ હર્ષિતાબેન મહેતાએ યોગ વિશ્વના માનવ જીવનમાં થતા અનેકવિધ ફાયદાઓ જણાવ્યા હતા અને યોગથી રોગમુક્ત રહીને વ્યક્તિ સ્વસ્થ દીર્ધકાલીન જીવન જીવી શકે છે તેથી દરરોજ માત્ર થોડો સમય કાઢીને પધ્ધતિસર યોગ સાધના કરવા તેમણે અનુરોધ કર્યો હતો. જામનગરના શ્રી શક્તિદળ સેવા ટ્રસ્ટના મંત્રી ગીતાબેન સાવલાએ યોગ શિબિરમાં જોડાઇને અહીંથી યોગ્ય માર્ગદર્શન-તાલીમ સાથે ભાગ લેનારને પોતાના દિનચર્યામાં યોગ માટે યોગ્ય સમય ફાળવવા અપીલ કરી હતી.

આ યોગ શિબિરના ઉદ્ઘાટન સમારોહના મહાનુભાવોમાં ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, શક્તિ દળ સેવા ટ્રસ્ટના પ્રમુખ દર્શકભાઇ માધવાણી, લાયન્સ કલબ, કોર્પોરેટર અને શક્તિ દળ સેવા ટ્રસ્ટના મંત્રી ગીતાબેન સાવલા, દિલીપભાઇ સાવલા, પંચમુખી હનુમાન મંદિરના લહેશવરી બાપુ, ગુલાબ કુંવરબાઇ આયુર્વેદીક મહાવિદ્યાલય સુપ્રિટેન્ડેન્ટ ડો. ગિરીરાજસિંહ ગોહીલ, દિલીપભાઇ સાવલા, નેચરોપેથી ડો. વંદના તન્ના, એક્યુપ્રેશ પંચકર્મ થેરાપીસ્ટ ઉપેન્દ્રભાઇ કુશવાલ, ગાયનેક ડો. ભૂમિ અકબરી, વૈશાલીબેન માધવાણી, વિઠ્ઠલભાઇ ધોળકીયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાત રાજય યોગ બોર્ડ વતી આ યોગ શિબિરના આયોજનમાં સહયોગ આપવા બદલ શ્રી શક્તિદળ સેવા ટ્રસ્ટના પ્રમુખ-મંત્રી સહિતના ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરી આભાર માનવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી આયોજીત 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન અંતર્ગતની 'યોગ શિબિર' આગામી તા. ૧૬ ઓકટોબર, ૨૦૨૫ સુધી નગરના સાત રસ્તા સર્કલ પાસે આવેલા તન્ના હોલમાં ચાલી રહી છે, ત્યારે આ શિબિરમાં વધુને વધુ લોકો ભાગ લેવા માટે જોડાઇ શકે છે, આ શિબિરમાં જોડાવવા ઇચ્છુકો વધુ માહિતી માટે યોગગુરૂ હર્ષિતાબેન મહેતા (મો. નં. ૮૮૪૯૮ ૧૫૫૧૦)નો સંપર્ક આવકાર્ય બનશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh