Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માછીમાર સામે પોલીસે નોંધ્યો ગુન્હોઃ
જામનગર તા. ૨૭: જામનગરના બેડીમાં જૂના બંદરની જેટી પર ગઈકાલે રજીસ્ટ્રેશન નંબર અને નામ લખ્યા વગરની એક બોટ માછીમારી કરીને પરત ફરતા આ બોટના માછીમાર સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના બેડી નજીક આવેલા જૂના બંદર પર ગઈકાલે બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીએસ આઈ વી.એસ. પોપટના વડપણ હેઠળ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું.
તે દરમિયાન આઈએનડી જીજે-૧૦-એમએમ ૩૯૩૩ નંબરની અને અલ-ઝોહરા નામની એક માછીમારી બોટ જેટી પર આવી હતી. આ બોટ પર તેનું નામ અને રજીસ્ટ્રેશન નંબર લખેલા ન હતા તેથી બેડીના થરી વિસ્તારમાં રહેતા માછીમાર અનિશ ગનીભાઈ સચડા સામે પો.કો. આર.બી. જાડેજાએ ખુદ ફરિયાદી બની ફીશરીઝ એક્ટની કલમ ૨૧ (૧) (ચ) હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial