Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકન ડોલર પર હવે ટ્રમ્પના હસ્તાક્ષર !

અમેરિકામાં ૧૬૫ વર્ષે બદલાશે પરંપરા

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૨૭: ડોલર પર હવે ટ્રમ્પના હસ્તાક્ષર થશે, યુદ્ધ વચ્ચે ૧૬૫ વર્ષમાં પહેલીવાર અમેરિકામાં પરંપરા બદલાશે.

અમેરિકન ચલણી નોટોના ઇતિહાસમાં ૧૬૫ વર્ષ પછી એક મોટો અને ઐતિહાસિક ફેરફાર થવા જઈ રહૃાો છે. અમેરિકાના ટ્રેઝરી વિભાગે જાહેરાત કરી છે કે આ ઉનાળાથી યુએસ પેપર કરન્સી પર ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર જોવા મળશે. અમેરિકાના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હશે જ્યારે કોઈ કાર્યકાળ દરમિયાન અમેરિકન પ્રમુખના હસ્તાક્ષર ચલણી નોટો પર છાપવામાં આવશે.

આ ફેરફાર અમેરિકાની આઝાદીની ૨૫૦મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવી રહૃાો છે. આ નવા ફેરફાર મુજબ, જૂન મહિનાથી ૧૦૦ ડોલરની પ્રથમ નોટો છાપવામાં આવશે, જેમાં ટ્રમ્પ અને ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટના હસ્તાક્ષર હશે. ખાસ વાત એ છે કે, ૧૮૬૧થી ચાલી આવતી પરંપરાનો અંત આવશે, કારણ કે હવેથી નોટો પર યુએસ ટ્રેઝરરના હસ્તાક્ષર લેવામાં આવશે નહીં. લિન્ના માલેરબા છેલ્લા ટ્રેઝરર હશે જેમના હસ્તાક્ષર અત્યાર સુધીની નોટો પર જોવા મળતા હતા.

હાલમાં પૂર્વ પ્રમુખ જો બાઈડનના સમયના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેનના હસ્તાક્ષર વાળી નોટોનું ઉત્પાદન ચાલુ છે, પરંતુ ટૂંક સમયમાં નવી નોટો બજારમાં ફરતી થશે.

ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે આ નિર્ણયને યોગ્ય ઠેરવતા જણાવ્યું હતું કે, ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસ અને ડોલરની મજબૂતી ઐતિહાસિક રહી છે, તેથી ચલણી નોટો પર તેમનું નામ હોવું એ દેશની સિદ્ધિઓનું સન્માન છે.

જોકે, કાયદાકીય મર્યાદાઓને કારણે જીવિત વ્યક્તિની તસવીર સિક્કા પર છાપી શકાતી નથી, તેથી નોટોની ડિઝાઇનમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવશે નહીં, માત્ર હસ્તાક્ષર બદલાશે. 'ઇન ગોડ વી ટ્રસ્ટ' જેવા શબ્દો અને મૃત વ્યક્તિઓના પોટ્રેટ નોટો પર યથાવત રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh