Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકર સહિત બે રાશિના જાતકોએ જાહેરક્ષેત્ર, સંસ્થાકીય કામમાં તકેદારી રાખવી. મહત્ત્વના નિર્ણય લેવામાં સંભાળવું
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ કામકાજ ન થવાને લીધે આપના દોડધામ-શ્રમમાં વધારો થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપે વાણીની સંયમતા રાખીને કામકાજ કરવું. કામકાજમાં પ્રતિકૂળતા રહે. સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૯-૪
Gemini (મિથુન: ક-છ-ધ)
કોર્ટ-કચેરીના કામમાં આપને રૂકાવટ જણાય. ઉતાવળ ન કરવી. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૩
Cancer (કર્ક: ડ-હ)
માનસિક પરિતાપ, વ્યગ્રતા રહ્યા કરે. વિચારોની અસમંજસતાને લીધે કામકાજમાં વિલંબ અનુભવાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૭
Leo (સિંહ: મ-ટ)
કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને આપને ચિંતા અનુભવાય. ધંધામાં નાણાકિય લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૮
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આડોશ-પાડોશમાં વિવાદથી સંભાળવું પડે. સહકાર્યકર, નોકર-ચાકર વર્ગની તકલીફ જણાય. પ્રવાસમાં ધ્યાન રાખવું.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૬-૧
Libra (તુલા: ર-ત)
આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. તબિયતની કાળજી રાખવી.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં મુશ્કેલી જણાય. સંતાનના કામકાજમાં મુશ્કેલીનો અનુભવ થાય.
શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૬-૮
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૩-૫
Capricorn (મકર: ખ-જ)
આપે જાહેરક્ષેત્રના, સંસ્થાકીય કામમાં સંભાળવું પડે. રાજકિય-સરકારી કામકાજમાં ઉતાવળ કરવી નહીં.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૪
Aquarius (કુંભ: ગ-શ-સ)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૬
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ રહ્યા કરે. નોકરી-ધંધામાં મહત્ત્વના નિર્ણય લેવામાં સાવધાની રાખવી પડે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૫