Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈરાનની સંસદીય સુરક્ષા સમિતિએ આપી લીલીઝંડીઃ કાયદો પસાર
તહેરાન તા. ૩૧: હોર્મુઝ સ્ટ્રેટમાંથી થતા જહાજો પાસેથી ટોલ ટેકસ વસુલવાના કાયદાને ઈરાનની સંસદીય સમિતિએ લીલીઝંડી આપી દીધી છે અને ઈરાન દ્વારા રિયાલના ચલણમાં ટેકસ વસુલાશે. તેમ જાણવા મળે છે.
વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ ગણાતા હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.
ઈરાનની સંસદની સુરક્ષા સમિતિએ આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાની યોજનાને લીલીઝંડી આપી દીધી છે. આ હિલચાલને પગલે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ અત્યંત ગંભીર સપાટીએ પહોંચ્યો છે. ઈરાની સરકારી મીડિયા આઈઆરઆઈબીના અહેવાલ મુજબ, આ નવી યોજના હેઠળ હોર્મુઝના માર્ગનો ઉપયોગ કરતા તમામ વ્યાપારી જહાજોએ ટેક્સ ચૂકવવો પડશે.
ખાસ વાત એ છે કે આ ટેક્સની ચૂકવણી ઈરાની ચલણ રિયાલમાં કરવાની રહેશે. આ યોજનામાં પર્યાવરણ સુરક્ષા અને સમુદ્રી સુરક્ષાના નિયમો પણ સામેલ કરવામાં આવ્યા છે. આ યોજનામાં અમેરિકા અને ઈઝરાયલના જહાજોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે દેશોએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે, તેમના જહાજોને પણ આ માર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી મળશે નહીં. આ માટે કાયદાકીય માળખું તૈયાર કરવામાં ઈરાન ઓમાનની મદદ લેશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને ચેતવણી આપતા લખ્યું છે કે, જો ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીને વ્યાપાર માટે તરત જ નહીં ખોલે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ, તેલના કૂવાઓ અને ખાર્ગ ટાપુ પર બોમ્બમારો કરીને તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દેશે.
બીજી તરફ, અમેરિકન નાણામંત્રી સ્કોટ બેસેન્ટે જણાવ્યું છે કે, અમેરિકા ટૂંક સમયમાં જ હોર્મુઝ પર ફરીથી પોતાનું નિયંત્રણ મેળવશે અને જહાજોની અવરજવર માટે સંપૂર્ણ સ્વતંત્રતા સુનિશ્ચિત કરશે. વિશ્વના કુલ તેલ પુરવઠાનો મોટો હિસ્સો આ માર્ગેથી પસાર થાય છે, તેથી જો આ રસ્તો બંધ થશે તો વૈશ્વિક અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ સર્જાઈ શકે છે.
ટાંટિયા ટૂંકા પડયા કે નવી વ્યૂહરચના
હોર્મુઝનો મુદે પેન્ડીંગ રાખીને યુદ્ધ અટકાવશે ટ્રમ્પ ?
વોશિંગ્ટન તા. ૩૧: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઈરાન સાથેના યુદ્ધને લાંબું ખેંચવાના મૂડમાં નથી. ટ્રમ્પ અને તેમના સહયોગીઓનું માનવું છે કે જો હોર્મુઝ સ્ટ્રેટને બળજબરીથી ખોલાવવા માટે કોઈ સૈન્ય અભિયાન શરૂ કરવામાં આવે, તો આ યુદ્ધ નક્કી કરેલા ૪થી ૬ અઠવાડિયાના સમયગાળા કરતાં ઘણું લાંબુ ખેંચાઈ શકે છે. આથી, ટ્રમ્પે સંકેત આપ્યા છે કે તેઓ આ મહત્ત્વના જળમાર્ગને ખોલાવ્યા વિના પણ યુદ્ધ વિરામ કરવા માટે તૈયાર છે. હોર્મુઝ સ્ટ્રેટને મુક્ત કરાવવા માટે અમેરિકા ભવિષ્યમાં અલગથી ઓપરેશન ચલાવી શકે છે, પરંતુ હાલ તેમનું મુખ્ય ધ્યાન ઈરાનની નેવી અને મિસાઇલ ભંડારને નબળા પાડીને યુદ્ધનો અંત લાવવા પર છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, અમેરિકા હવે ઈરાન પર એવું દબાણ બનાવવા માંગે છે કે તે પોતે જ આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં વેપાર ફરી શરૂ થવા દે. નોંધનીય છે કે, યુદ્ધની શરૂઆતથી જ ટ્રમ્પ હોર્મુઝ સ્ટ્રેટ બાબતે વિરોધાભાસી નિવેદનો આપતા રહૃાા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial