Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ર૬ ના શનિવારે યોજાશે
જામનગર તા. ર૩: દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વમી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પ્રેરિત અને વરવાળા ટી.બી. સેનેટોરિયમ સંચાલિત શ્રી શંકરાચાર્ય આયુર્વેદ ઔષધાલય તથા આઈ.ટી.આર.એ જામનગર (આયુષ મંત્રાલય, ભારત સરકાર) ના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આયુર્વેદ સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ તા. ર૬/૭ ને શનિવારે સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્યા સુધી ટી.બી. સેનેટોરિયમ બિલ્ડીંગ, વરવાળા, જિ. દેવભૂમિ દ્વારકામાં રાખવામાં આવ્યો છે, જેમાં જામનગર આયુર્વેદ હોસ્પિટલ (આઈટીઆરએ) ના ડોક્ટરો દ્વારા શરદી, ઉધરસ, દમ, શ્વાસ, કફના રોગ, પાંચનતંત્ર, આંખ-કાન-નાક, ડાયાબિટીસ સહિતના રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે. વધુ વિગત માટે મો. ૯૩ર૭૪ પપ૩ર૭ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial