Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં જનધન યોજના અંતર્ગત રેકોર્ડબ્રેક ૧.૯૪ કરોડથી વધુ બેંક એકાઉન્ટ ખોલાયા

યોજનાકીય લાભો મળી શકેઃ ૧૪૬૧૦ ગ્રામપંચાયતમાં વીસીઈની મદદ

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા.૬: ગુજરાતમાં અત્યારસુધીમાં પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ વિક્રમજનક ૧.૯૪ કરોડથી વધુ બેંક ખાતા ખોલાયા છે. હવે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખાતુ ખોલાવવા રાજ્યની ૧૪,૬૧૦ ગ્રામ પચાયતમાં વીસીઈ મદદરૂપ થશે. પ્રધાનમંત્રી જન ધન હેઠળ ખાતુ ખોલાવવાથી પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા અને અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના દરેક નાગરિક માટે વિવિધ બેન્કિંગ સેવાઓની સાર્વત્રિક સુવિધા સુનિશ્ચિત કરવા માટે સૌ પ્રથમ પ્રધાનમંત્રી જન ધન યોજના-પીએમજેડીવાય હેઠળ ઝીરો બેલેન્સથી બેંક ખાતું ખોલાવાના અભિયાનનો દેશભરમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં પીએમ જન ધન યોજના હેઠળ વિક્રમજનક કુલ ૧.૯૪ કરોડથી વધુ બેંક ખાતા ઝીરો બેલેન્સથી ખોલીને શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા સામાન્ય નાગરિકને બેન્કિંગ સુવિધા સાથે જોડવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે.

વધુમાં કેન્દ્ર સરકાર દ્વારા તા. ૦૧ જુલાઈ થી ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૫ સુધી ત્રણ મહિના માટે વિશેષ રીતે  નાણાકીય સમાવેશ અને સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત ગુજરાત સહિત દેશભરમાં 'જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન' ચલાવવામાં આવી રહૃાું છે. આ અભિયાનમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન ધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તેમજ અટલ પેન્શન યોજના અંતર્ગત બેન્કિંગ, વીમા અને પેન્શન યોજનાની ઘર આંગણે નજીવા દરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને જરૂરિયાત નાગરિકોને આર્થિક અને સામાજિક સલામતી પૂરી પાડવામાં આવી રહી છે.

કેન્દ્રની આ યોજનાઓનો લાભ રાજયના છેવાડાના નાગરિકને ઘર આંગણે વિનામૂલ્યે મળી રહે તે માટે રાજ્યની ૧૪,૬૧૦ ગ્રામ પંચાયતો તથા શહેરી સ્થાનિક સંસ્થાનોમાં આ અભિયાન ચાલી રહૃાું છે. જેમાં મદદરૂપ થવા સેવારત ગ્રામ કોમ્પ્યુટર સાહસિક-વીસીઈને આ જવાબદારી આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તાજેતરમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ જે નાગરિકોને બેંકમાં ખાતું ના હોય તો ખોલાવવા ઉપરાંત કેવાયસી તેમજ જે ખાતામાં વારસદારોની નોંધણી બાકી હોય તેમાં નોંધણી કરાવવી, ડિજિટલ છેતરપિંડી નિવારણ, બેંકમાં દાવા વગરની થાપણો અંગે વિવિધ જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સંદર્ભે વધુ વિગતો માટે નજીકની બેંક શાખા, બેંક મિત્ર કે વીસીઈને સંપર્ક કરવાનો રહેશે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરાયેલા 'વિકસિત ભારત'ના વિઝન અંતર્ગત 'જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન'ને ગુજરાતમાં સફળ બનાવવા રાજ્ય સ્તરીય પ્રારંભ ગત તા. ૦૧ જુલાઈ ૨૦૨૫ના ગાંધીનગર જિલ્લાના પુંધરા ગામમાંથી કરાયો હતો. જેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નાણા મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

પીએમજેડીવાય યોજના અંતર્ગત ૧૦ વર્ષ અને તેથી વધુ ઉંમર ધરાવતા તેમજ બેંક ખાતું ના હોય તેવા તમામ ભારતીય નાગરિકો ઝીરો બેલેન્સથી મૂળભૂત બચત બેંક થાપણ તેમજ નાનું ખાતું ખોલાવી શકે છે. ઝીરો બેલેન્સ ખાતું હોવાથી તેમાં કોઈ લઘુતમ બેલેન્સ જરૂરી હોતું નથી. ખાતેદારે એટીએમ અને પીઓએસ ઉપયોગ માટે રૂપે, ડેબીટ કાર્ડ આપવામાં આવે છે.

આ રૂપે કાર્ડ ધારક કાર્ડનો ઉપયોગ ૯૦ દિવસમાં ઓછામાં ઓછો એકવાર કરે તો તેને રૂ. ૦૨ લાખનું અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે. વધુમાં ૦૬ મહિના સંતોષકારક સંચાલન પછી ખાતેદારને રૂ. ૧૦,૦૦૦ સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આપવામાં આવે છે. આ ઉપરાંત ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર-ડીબીટી હેઠળ એલપીજી સબસિડી, પેન્શન, મનરેગા વેતન અને વિવિધ શિષ્યવૃત્તિ સીધી ખાતેદારના ખાતામાં જમા કરવી, મોબાઈલ અને યુપીઆઈ સપોર્ટ જેવી અનેકવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે જેનો પાત્રતા ધરાવતા તમામ નાગરિકોએ લાભ લેવા નાણા વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh