Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ઈન્ડિયા ઝૂકેગા નહીં'
નવી દિલ્હી તા. ૬: અમેરિકાના ટ્રમ્પ ટેરિફ અને રશિયાથી તેલ આયાત બંધ કરવાના દબાણ સામે ભારત ઝૂકશે નહીં, બલ્કે સરકાર તેનો સામનો કરવાની તૈયારી કરી રહી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ છતાં કેન્દ્ર સરકારે રશિયાથી તેલ આયાત બંધ કરવાનો ઈનકાર કર્યો છે, જ્યારે હવે તે નિકાસકારોને રપ ટકા ટ્રમ્પ ટેરિફ સાથે સ્પર્ધા કરવામાં મદદ કરવા માટે નિકાસ પ્રમોશન મિશન હેઠળ ર૦,૦૦૦ કરોડ રૂપિયાનું ખાસ ભંડોળ બનાવવાની તૈયારી કરી રહી છે. બ્રાન્ડ ઈન્ડિયાને મજબૂત બનાવવા માટે આ ભંડોળ, જે સપ્ટેમ્બરથી શરૂ થશે. નિકાસ ક્રેડિટની એક્સેસમાં સુધારો કરશે અને નોન-ટેરિફ અવરોધોને દૂર કરશે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નિકાસકારોને ટ્રમ્પ ટેરિફનો સામનો કરવા માટે સ્વદેશી બ્રાન્ડ્સ વિક્સાવવા અને માર્કેટીંગ કરવાની સલાહ આપી રહ્યું છે. નવું ભંડોળ નિકાસકારોને, ધિરાણ, નિયમન, ધોરણો અને બજાર એક્સેસ, વેરહાઉસિંગ અને ઈ-કોમર્સ સુવિધાઓ પ્રદાન કરશે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મનસ્વીતા તેમના માટે મોંઘી સાબિત થઈ શકે છે. યુએસએ રપ ટકા ટેરિફ લાદ્યા પછી ભારતે ડોનાલ્ડ ટ્રમ્પને ફટકો આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ ભારત તેના નિકાસકારોને વૈશ્વિક વેપાર અનિશ્ચિતતાઓ અને વધઘટથી બચાવવા માટે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ર૦,૦૦૦ કરોડ રૂપિયાની લાંબા ગાળાની યોજના રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર નિકાસ ક્રેડિટની એક્સેસને સરળ બનાવવા અને વિદેશી બજારોમાં નોન-ટેરિફ અવરોધોનો સામનો કરવાના ઉદ્દેશ્ય સાથે નવા નિકાસ પ્રમોશન મિશન હેઠળ ઘણાં પગલાં લેવાની યોજના બનાવવામાં આવી રહી છે.
આ મંતરાલયો સંયુક્ત રીતે આ મિશન ચલાવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા નિકાસકારોને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા રપ ટકા ટેરિફનો સામનો કરવા માટે સ્થાનિક બ્રાન્ડ બનાવવા અને પ્રોત્સાહન આપવા વિનંતી કરવામાં આવી છે તે જોતા સરકારની આ પહેલ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. આ મિશનને યોજના તરીકે અમલમાં મૂકવા માટે આગામી પ-૬ વર્ષમાં રૂ. ર૦,૦૦૦ કરોડથી વધુની જરૂર પડશે. ચર્ચાઓ ચાલુ છે. એક અધિકારીએ ઈકોનોમિક ટાઈમ્સને જણાવ્યું. આ મિશન વાણિજ્ય અને ઉદ્યોગ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો અને નાણા મંત્રાલયો દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહ્યું છે.
સરકાર સપ્ટેમ્બરથી આ મિશન શરૂ કરવા માગે છે. અધિકારીએ કહ્યું, આ મિશન પરોક્ષ રીતે યુએસ અને જ્યાં પણ આપણી નિકાસ જાય છે ત્યાં નિકાસને મદદ કરશે. આપણે તેને ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવું પડશે, જેથી તે સપ્ટેમ્બર સુધીમાં કાર્યરત થઈ શકે. આ યોજનામાં જાપાન, કોરિયા અને સ્વિટ્ઝર્લેન્ડની જેમ બ્રાન્ડ ઈન્ડિયાને વૈશ્વિક પ્લેટફોર્મ પર લાવવા, ઈપ્રકોમર્સ કેન્દ્રો સ્થાપિત કરવામાં મદદ કરવા અને જિલ્લાઓને નિકાસ કેન્દ્રો તરીકે વિક્સાવવાનો પણ સમાવેશ થાય છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના ડિરેક્ટર જનરલ અજય સહાયે કહ્યું હતું કે, જો આટલું મોટું ભંડોળ આ પડકારજનક સમયમાં આપણી નિકાસને ટેકો આપી શકે છે, તો તે ખૂબ જ સકારાત્મક રહેશે.
એમએસએમઈ નિકાસકારોને કોલેટરલ-મુક્ત લોન આપવામાં આવશે. આ મિશનમાં પાંચ અલગ અલગ ઘટકો હશે, ટ્રેડ ફાઈનાન્સ, ધોરણો અને બજાર એક્સેસ સંબંધિત નોનપ્રફાઈનાન્સ ટ્રેડ, બ્રાન્ડ ઈન્ડિયા માટે વધુ સારી બ્રાન્ડ રિકોલ, ઈપ્રકોમર્સ હબ અને વેરહાઉસિંગ અને ટ્રેડ ફેસિલિટેશન, પ્લપ્ર નિકાસકારો માટે, યોજના સંપૂર્ણ અથવા આંશિક રીતે કોલેટરલ-મુક્ત લોન પૂરી પાડવાની છે, જેમાં વ્યક્તિગત નિકાસકારો પર મર્યાદા હશે અને તે તેમના ક્રેડિટ ઈતિહાસ પર આધારિત હશે. તમને જણાવી દઈએ કે અમેરિકાએ ભારત પર રપ ટકા ટેરિફ લાદ્યો છે, જ્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશ, તુર્કી સહિતના અન્ય હરીફ દેશો પર ૧પ થી ર૦ ટકા ટેરિફ લાદ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial