Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા વીજ કચેરીને ઘેરાવ

ઊર્જા મંત્રીને ઢાંકણી-પાણી મોકલવાનો નવતર કાર્યક્રમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાના ભાજપ સરકારે માત્ર વાયદા કર્યા છે, પરંતુ ચાર દિવસે આઠ કલાક પણ વીજળી મળતી નથી. આથી ઊર્જા વિભાગ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરે તેવો કાર્યક્રમ દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો, અને ઊર્જામંત્રીને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદનપત્ર કાર્યપાલક ઈજનેરને અ૫ાયું હતું, તેમજ વીજ કચેરીને ઘેરાવ કરવામાં આવ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં ખંભાળિયામાં આયોજીત કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરી ઊર્જા વિભાગને ઢાંકણી-પાણી મોકલવાનો નવતર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કોંગી કાર્યકરોએ વીજ કંપનીને ઘેરાવ કર્યા પછી કાર્યપાલક ઈજનેર પીજીવીસીએલ દેવભૂમિ દ્વારકાને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, દરરોજ આઠ કલાક વીજળીના વાયદા વચ્ચે આઠ દિવસમાં પણ આઠ કલાક વીજળી મળતી નથી.

ચેકીંગ માટે ગાડી, સ્ટાફ છે તો ફરિયાદ નિવારણ માટે કેમ નહીં? ૧૩ વર્ષથી અટકેલુ ૬૬ કે.વી. ચાચલાણા ક્યારે શરૂ થશે? પહેલા પૂરતી વીજળી આપો પછી ચેકીંગ કરજો, વીજકંપનીની નબળી કામગીરીના કારણે ખેડૂતોનો પાક સૂકાઈ જાય છે. જે ફિડરમાં ૧૦૦ ટી.સી.ની કેપેસટી છે ત્યાં ૧૦૦૦ ટી.સી. જોડી દેવાઈ છે. આ માટે જવાબદાર કોણ?

હકીકતે સરકારે આઠ કલાક વીજળી આપવાનો વાયદો પરત ખેંચવો જોઈએ. વીજ બીલ માટે ટીમ ઘરે પહોંચી જાય છે. લાંબા સમય સુધી વીજ ફોલ્ટની મરામત કરવામાં આવતી નથી. કેટલોક માલસામાન માત્ર કાગળ ઉપર બદલાવાયો છે. પ્રિ-મોન્સન કામગીરી પણ ક્યાંય જોવા મળતી નથી.

ભાતેલ ગોકલપુર ફિડરમાં માત્ર બે ગામ છે. તો હંજડાપર ફિડરમાં ૧૦ ગામનો વીજભાર છે. આવી જ હાલત દાત્રાણામાં ફિડરની છે.

મેન્ટનન્સની હજારો અરજીઓ લાંબા સમયથી પેન્ડીંગ છે. પીજીવીસીએલના ભ્રષ્ટાચારનો ભોગ નિર્દોષ વ્યક્તિ બને છે. ૬૬ કે.વી. ચાચલાણા, બેરાજા તાત્કાલિક શરૂ કરવામાં આવે, ટી.સી.નું સમતોલન કરવામાં આવે, અને વાયદા મુજબ આઠ કલાક વીજળી આપવામાં આવે તેવી માગણી કોંગી આગેવાનો, કાર્યકરો, ખેડૂતોએ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh