Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતમાં દેખાવવાનું નથી, પણ ટેલિસ્કોપથી નિહાળી શકાશે
જામનગર તા. ૧૬: આવતીકાલે બપોરે થનારા કંકણાકૃતિ સૂર્યગ્રહણના સંદર્ભે જામનગરના ટાઉનહોલમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન નિહાળી શકાશે. ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોલ અને ખગોળ મંડળ જામનગર દ્વારા ગ્રહોની રસપ્રદ વિગતો અપાશે. સુર્યગ્રહણ નિહાળવા માટેના હાથવગા સાધનો પીનહોલ કેમેરા, બોકસ કેમેરા, ફિલ્ટર, મિરર ઈમેજ, ગ્રહણ ચશ્માનું નિદર્શન પણ કરાશે.
આવતી કાલ તારીખ ૧૭ ને મંગળવારના રોજ નભો મંડળમાં 'કંકણાકૃતિ સૂર્યગ્રહણ' ની ખગોળીય ઘટના સર્જાશે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં. તેમ છતાં જામનગર મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ સંસ્થાઓ દ્વારા નગરજનોને સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણ નું લાઈવ પ્રસારણ બતાવવા માટે મ્યુનિ. ટાઉનહોલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને ગુજ કોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર -ધ્રોળ અને ખગોળ મંડળ જામનગર તેમજ રંગતાળી ગ્રુપ જામનગર દ્વારા લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગ્રહણ એટલે શું ? તેના પ્રકાર પર પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન, ગ્રહોની રસપ્રદ વાતો, હાથવગા સાધનો જેવાકે પીનહોલ કેમેરા, બોક્સ કેમેરા, ફિલ્ટર, મિરર ઇમેજ, ગ્રહણ ચશ્માનું નિદર્શન કેન્દ્રના ડો સંજય પંડ્યા દ્વારા કરાવવામાં આવશે.
'કંકણાકૃતિ સૂર્યગ્રહણ' એ આવતીકાલે તા. ૧૭-૨-૨૦૨૬ ને મંગળવાર માધ મહિનાની અમાસના દિવસે સાંજે ૪.૪૫ વાગ્યા બાદ થનાર છે. જામનગર શહેરમાં આ ગ્રહણને મોટા સ્ક્રીન ઉપર સેટેલાઇટના માધ્યમથી જોવા માટેની વ્યવસ્થા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી કરવામાં આવી છે.
આ ખગોળીય ઘટનાનો લાભ લેવા જામનગર જિલ્લાની તમામ ખગોળપ્રેમી જનતાને કિરીટભાઈ શાહ, સંજયભાઈ જાની, ધર્મેશભાઈ મહેતા, અને સુધાબેન ખંઢેરીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial