Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડમાંથી ગંજીપાના વડે જુગાર રમતા પાંચ શખ્સની રૂ।.૧૨,૨૫૦ સાથે ધરપકડ

વેલનાથ ચોક પાસે પોલીસે પાડ્યો દરોડોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: કાલાવડ શહેરના વેલનાથ ચોક પાસે શનિવારે બપોરે ગંજીપાના વડે જુગાર રમતા પાંચ શખ્સને પોલીસે પકડી પાડી પટમાંથી રૂ।.૧૨૨૫૦ રોકડા કબજે લીધા છે.

કાલાવડ શહેરમાં આવેલા વેલનાથ ચોક પાસે શનિવારે બપોરે જાહેરમાં એકઠા થઈ કેટલાક શખ્સો ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી પરથી કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં આવેલા એક મકાન નજીક શેરીમાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળે ગંજીપાનાથી જુગાર રમતા રાકેશ છોટુલાલ ધારેવડીયા, સફીમિંયા સતાર કાજી, હર્ષદભાઈ મનસુખલાલ ભટ્ટ, શૈલેષભાઈ જયંતીલાલ વરાણીયા, હરેશભાઈ ભુપતભાઈ બારીયા નામના પાંચ શખ્સને પોલીસે પકડી પાડી પટમાંથી રૂા૧૨,૨૫૦ રોકડા કબજે કરી તમામ સામે જુગારધારાની કલમ ૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh