Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કચરાની ગાડીઓ સવારે આવતી થઈ, પણ...
જામનગર તા. ૯: જામનગરના ૧પ૦ ફૂટ રીંગ રોડ પર આવેલા રવિપાર્ક ટાઉનશીપમાં આ વખતે જામનગર મહાનગરપાલિકાએ શહેર કક્ષાનું પ્રજાસત્તાક પર્વ ઉજવ્યું, ત્યારે આ સોસાયટીની સમસ્યાઓ ઉકેલાઈ જશે, તેવી આશા જાગી હતી અને તે પ્રકારના સંકેતો પણ મળ્યા હતાં. અહીં કચરા કલેક્શન માટે આવતી ગાડીઓ પૈકી અવાર-નવાર ખરાબ થઈ જતી કચરા ગાડીના સ્થાને અન્ય ગાડી અને સ્ટાફ ફાળવ્યા પછી બપોરે જમવા ટાણે આવતી કચરા ગાડી નિયમિત રીતે સવારે આવવા લાગતા શેરી નં. ૬ સહિતની અન્ય શેરીઓની ગૃહિણીઓની રાવ દૂર થઈ છે અને અવાર-નવાર વાહન બગડી જતા થતી અનિયમિતતા પણ દૂર થઈ છે તથા સવારના સમયે કચરો કાઢયો હોય, તેવા સમયે જ ટાણાસર ગાડીઓ આવી જતા ગૃહિણીઓની અનુકૂળતા વધી છે. રવિપાર્કના મુખ્ય રોડ માટે મોટી રકમ મંજુર થઈ હોવાના અહેવાલો પછી દરેક શેરીમાં સીસી રોડ કે બ્લોક પાથરવાની દરખાસ્ત તૈયાર થઈ રહી હોવાની ચર્ચા પણ થઈ રહી છે.
જો કે, આ વિસ્તારની બહેનોની મુખ્ય ફરિયાદ પીવાનું પાણી મોડી રાત્રે જ એકાંતરા અપાય છે. ક્યારેક રાત્રે નવ-દસ વાગ્યે પાણી આવે, તો ક્યારેક રાત્રે ૧૧ વાગ્યે એકાંતરા પાણી આવે, તો ક્યારેક ખૂબ જ વહેલી સવારે આવે, તેથી ગૃહિણીઓનું ટાઈટેબલ ખોરવાઈ જાય છે, ઉજાગરા થાય છે, અથવા પાણીથી વંચિત રહેવું પડે છે. ભૂલથી નળ ખુલ્લો રહી જાય તો રોડ પર પાણી ફેલાઈને વેડફાઈ જાય છે, જે ઘરમાં બોર નથી, તેવા લોકોને તો પારાવાર પરેશાની થાય છે. વોર્ડ નં ૬ ના મહિલા કોર્પોરેટર તથા શહેરના મહિલા નાયબ મેયર આ મુદ્દે અંગત ધ્યાન આપે, તેવું લોકો ઈચ્છે છે. કાંઈ થશે ખરૂ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial