Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શનિવારે સાંજે પોલીસ પહેરા હેઠળથી થયો પલાયનઃ
જામનગર તા. ૯: જામનગર નજીક મોટી ખાવડીમાં એક હોટલમાંથી શુક્રવારે ચાર પંજાબી શખ્સ હેરોઈનના ૪૧૮ ગ્રામ જથ્થા સાથે ઝડપાયા પછી આરોપીનો કબજો એસઓજીએ મેઘપર પોલીસને સોંપ્યો હતો. ત્યાંથી શનિવારે સાંજે પોલીસ પહેરો હોવા છતાં એક આરોપી નાસી ગયો છે. જેને પકડવા પોલીસની જુદી જુદી ટીમો સમગ્ર વિસ્તારને ખુંદી રહી છે.
જામનગર-ખંભાળિયા રોડ પર મોટી ખાવડી ગામ પાસે આવેલી ૬૬૬ હોટલમાં ઉતરેલા ચાર શખ્સ પાસે ડ્રગ્સ હોવાની બાતમી પરથી શુક્રવારે એસઓજીએ રૂમ નં.૨૦૨માં દરોડો પાડતા પંજાબના અમૃતસર જિલ્લાના સાળંગરા ગામનો વિશાલસિંઘ જશવીરસિંઘ મટુ, હરપ્રિતસિંઘ તેગાસિંઘ મજવી, બિકરમજીતસિંઘ અમરજીતસિંઘ મજવી, જગદીશસિંઘ લખબીરસિંઘ ખેરા નામના ચાર શખ્સ રૂ।.૮૩ લાખ ૬૦ હજારની કિંમતના ૪૧૮ ગ્રામ હેરોઈન સાથે ઝડપાઈ ગયા હતા.
આ શખ્સોનો કબજો એસઓજી દ્વારા મેઘપર પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો હતો અને પાંચમા સાગરિત ફિલિપ્સ ઉર્ફે ફૌજીની શોધખોળ કરાઈ રહી હતી. તે દરમિયાન આરોપી પૈકીના વિશાલસિંઘ જશવીરસિંઘ મટુએ મેઘપર પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ પોલીસને દોડતી કરી દીધી છે.
પોલીસ પહેરા હેઠળ રહેલા આ શખ્સોમાંથી વિશાલસિંઘ શનિવારે સાંજે ચકમો આપી પોબારા ભણ્યા છે. આ શખ્સને દબોચી લેવા એસપી ડો. સૈનીની સૂચના મુજબ એલસીબી, એસઓજી, મેઘપર પોલીસ તથા અન્ય પોલીસ કાફલો સમગ્ર વિસ્તાર ખુંદી રહ્યો છે. આ શખ્સ મજૂરોની વસાહતમાં ઘૂસી ગયો હોવાનું અનુમાન કરી ત્યાં પણ તપાસ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial