Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં એઈમ્સ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૨૧ ફેબ્રુઆરીએ મેગા હેલ્થ કેમ્પ

એઈમ્સના તજજ્ઞો દ્વારા કરાશે નિઃશુલ્ક સારવારઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૧: ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) તથા જિલ્લા વહીવટી તંત્રના સયુંકત ઉપક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા હેલ્થ કેમ્પ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એઇમ્સ રાજકોટના વિવિધ વિભાગના તજજ્ઞો દ્વારા આરોગ્યલક્ષી નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત, સારવારની સાથે આવશ્યક દવાઓ પણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આગામી તા.૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના સવારે ૯ કલાક થી જનરલ હોસ્પિટલ, ખંભાળિયામાં યોજાનાર કેમ્પમાં જિલ્લામાંથી બહોળી સંખ્યામાં નાગરિકો જોડાઈને સદર હેલ્થ કેમ્પનો લાભ લેવા સૌને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ છે.

મેગા હેલ્થ કેમ્પના ફેફસાં રોગો, હાડકા (ઓર્થોપેડીક), રેડિયેશન થેરાપી (કેન્સર માટે), આંખ (ઓફથેલેમોલોજી), ફિઝિયોથેરાપી (કસરત), બાળરોગ (પીડિયાટ્રિક્સ), પ્રસૂતિ અને સ્ત્રીરોગ, ચામડીના રોગ, જનરલ મેડિસિન, કાન, નાક અને ગળા (ઈ.એન.ટી), માનસિક રોગ અને જનરલ સર્જરી જેવા વિભાગોમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh