Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રૂ।. એક કરોડથી વધુના ખર્ચે બનનાર વિવિધ વિકાસકામોના ૧૦ સ્થળે ખાતમુહૂર્ત

ધારાસભ્ય દિવ્યેશ અકબરીના મતક્ષેત્રમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરમાં ૧૦ વિસ્તારોમાં કુલ ૧૦૦.૭૨ લાખના ૧૦ જેટલા વિકાસના કાર્યોના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયા છે.

ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પ્રયાસોથી તેઓના વિધાનસભા વિસ્તારમાં જુદાજુદા વોર્ડમાં વિકાસ ની વણથંભી રફતાર અવિરત ચાલુ રહી છે, અને વોર્ડ નંબર ૭ અને ૮ બાદ વોર્ડ નંબર ૧૪ માં પણ એકી સાથે ૧૦ જેટલા સ્થળોએ કુલ રૂપિયા ૧૦૦. ૭૨ લાખના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા હતા.

જેના અનુસંધાને શુક્રવાર તારીખ ૬ ફેબ્રુઆરીના દિ. પ્લોટ શેરી ના ૧૭ માં, ડો. ઉદાણી ડોસ્પિટલની સામેની શેરીથી પીઠડીયા મોટર ડ્રાઈવિંગ સ્કૂલ સુધીના માર્ગે શાલિભદ્ર એપાર્ટમેન્ટમાં ગેઈટ પાસે સી.સી. રોડના કામનું ખાત મુહૂર્ત કરાયું હતું, ત્યારબાદ દિ. પ્લોટ શેરી નંબર ૫૯-૬૦ નવાનગર બેંકની સામેની શેરીમાં સી.સી. રોડના કામનું ખાત મુહૂર્ત કરાયું હતું.

ત્યારબાદ દિ. પ્લોટ શેરી નાં. ૫૮ માં કિશન પી.યુ.સી. ની સામેની શેરીમાં અંબે કૃપા મકાનથી શિવકૃપા મકાન સુધી સી.સી. રોડ ના કામનું ખાત મુહૂર્ત કરાયું હતું, જ્યારે દિ. પ્લોટ શેરી નાં ૫૮માં સંતશ્રી ઓધવજીરામ હોટલથી ગાયત્રી મંદિર સુધી સી.સી. રોડ ના કામ નું ખાત મુહૂર્ત કરાયું હતું.જ્યારે દિગવિજય પ્લોટ શેરી નાં ૫૧ માં ભંગારવાડાની બાજુમાં આંગણવાડીમાં પેવર બ્લોકના કામ નું ખાત મુહૂર્ત કરાયું હતું, જ્યારે દિ. પ્લોટ કૃષ્ણ કોલોની કેશવ રેસીડેન્સી પાસે રોડની સાઈડમાં પેવર બ્લોકના કામનું ખાત મુહૂર્ત કરાયું હતું.જ્યારે દિ. પ્લોટ શેરી નાં ૬૦ ના છેડે આશાપુરા મંદિરવાળી શેરીમાં સી.સી. રોડ ના કામનું ખાત મુહૂર્ત કરાયું હતું.

ત્યાર બાદ દિગવિજય. પ્લોટ શેરી નાં ૪૯માં શાળા નંબર ૧૮/૧૯ માં ટેલિફોન એક્સચેન્જ પાસે પેવર બ્લોક ના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.જ્યારે પાણાખાણ સાયોના શેરી નં.-૨ માં મયુરનગર પીઠડ એન્ટરપ્રાઈઝની સામેની શેરીમાં સી.સી. રોડ ના કામનું ખાત મુહૂર્ત કરાયું હતું.

ઉપરોક્ત તમામ વિકાસકર્યોના ખાતમુહૂર્ત સમયે ધારાસભ્ય દિવ્યેશ અકબરીની સાથે જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ ઠુમ્મર,  વોર્ડ નંબર ૧૪ ના કોર્પોરેટર મનીષભાઈ કટારીયા, જીતેશભાઈ શીંગાળા, શારદાબેન વિંઝુડા, લીલાબેન ભદ્રા, શહેર ભાજપના અન્ય અગ્રણીઓ, વોર્ડ નંબર ૧૪ ના ભાજપના વોર્ડ પ્રમુખ, મહામંત્રી સ્થાનિક કાર્યકરો, અને અન્ય અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh