Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।. ૩૦ હજારની કિંમતનો ચોરાઉ ફોન કબજેઃ
જામનગર તા. ૧૦: દ્વારકા નજીક શીવરાજપુર બીચ પરથી ગયા વર્ષે ચોરાયેલા એક ફોન સાથે સુરજકરાડીના શખ્સને દ્વારકા એલસીબીએ પકડી પાડી રૂ।. ૩૦ હજારનો મોબાઈલ કબજે લીધો છે.
દ્વારકા પંથકમાં જુદા-જુદા વિસ્તારોમાંથી કેટલાક મોબાઈલો ચોરાયાની પોલીસમાં કરાયેલી ફરિયાદ અંગે કરાઈ રહેલી તપાસમાં એલસીબીના સ્ટાફે ઝંપલાવ્યું હતું જેમાં દ્વારકા નજીકના શીવરાજપુર બીચ વિસ્તારમાં એક મોબાઈલની ચોરી કરનાર શખ્સના સગળ મળ્યા હતા.
ઓખા મંડળના મીઠાપુર નજીકના સુરજકરાડી ગામમાં વસવાટ કરતા વેરસીભા મંગાભા માણેક નામના રિક્ષા ડ્રાઈવરને એલસીબીએ દબોચી લીધો છે. આ શખ્સની પૂછપરછ કરતા તેણે શીવરાજપુર બીચ પરથી ગયા વર્ષે એક મોબાઈલ ચોર્યાની કબૂલાત આપી છે. તેના કબજામાંથી રૂ।. ૩૦ હજારની કિંમતનો વન પ્લસ કંપનીનો મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીનો કબજો દ્વારકા પોલીસને સોંપાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial