Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રગતિ ટાંક દ્વારા અદ્ભુત કલા અને મૌલિક્તાનું પ્રદર્શનઃ
જામનગર તા. ૧૦: મોરબીમાં યોજાયેલ રાજ્યકક્ષાની સ્પર્ધામાં શ્રી સત્યાસાઈ વિદ્યાલયની વિદ્યાર્થિનીએ ઝળહળતી સફળતા મેળવી જામનગરનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત 'ગુજરાત રાજ્ય બાળ પ્રતિભા શોધ-ર૦રપ-ર૬' અંતર્ગત જામનગરની વિદ્યાર્થિનીએ રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શહેરનું નામ રોશન કર્યું છે. મોરબી જિલ્લામાં ગત્ તા. ૮-ર-ર૦ર૬ ના યોજાયેલ આ રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જામનગરની કલા પ્રતિભા ખીલી ઊઠી છે.
આ સ્પર્ધામાં જામનગરની શૈક્ષણિક સંસ્થા શ્રી સત્યસાઈ વિદ્યાલયની વિદ્યાર્થિની પ્રગતિ પ્રતિકકુમાર ટાંકે ચિત્ર સ્પર્ધામાં પોતાની અદ્ભુત કલા અને મૌલિકતાનું પ્રદર્શન કર્યું હતું. રાજ્યભરમાંથી આવેલા અનેક પ્રતિભાશાળી સ્પર્ધકો વચ્ચે પ્રગતિ ટાંકે પોતાની ચિત્રકલાના જોરે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
વિદ્યાર્થિનીની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ શાળા પરિવાર, જામનગરનું કલા જગત અને શિક્ષણ વિભાગ દ્વારા તેને અભિનંદ પાઠવવામાં આવ્યા છે. બાળ પ્રતિભા શોધ જેવી સ્પર્ધાઓ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું પ્લેટફોર્મ પૂરૃં પાડે છે. પ્રગતિની આ સફળતા અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial