Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિલાસભાઈએ લીધા અંતિમ શ્વાસઃ
જામનગર તા. ૩૦: જામનગરમાં આંખના નિષ્ણાત સર્જન તરીકે પ્રેક્ટિસ કરતા ડો. વી.વી. સાઠયેને આજે સવારે તેમના નિવાસ સ્થાને આવેલો હૃદયરોગનો હુમલો પ્રાણઘાતક નિવડ્યો હતો. આ તબીબે ચિરવિદાય લીધી છે. તેમના પરિવારજનો અને મિત્રો સ્તબ્ધ બની ગયા છે.
જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલી સંકલ્પ હોસ્પિટલમાં સેવા આપતા ડો. વિલાસભાઈ વી. સાઠયે (ઉ.વ.૭૬)નું આજે સવારે હૃદયરોગનો હુમલો આવી જતાં દુખદ નિધન થયું છે. આ અહેવાલ તેમના બહોળા મિત્ર વર્તુળમાં પ્રસરી જતાં સહુ કોઈએ આંચકો અનુભવ્યો છે. ટાઉનહોલ નજીક આવેલી હોસ્પિટલમાં આંખના સર્જન તરીકે પ્રેક્ટિસ કરતા વી.વી. સાઠયે ગઈરાત્રે પોતાના ઘેર હતા ત્યારે તેઓને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી ગયો હતો અને તેઓએ ચિરવિદાય લીધી હતી. આજે સવારે તેમના મિત્ર વર્તુળને જાણ થતાં સહુ કોઈ શોકમગ્ન બની ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial