Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા મંડળમાં માંસ-મટન પર પ્રતિબંધ મૂક્વા માગણીઃ
દ્વારકા જિલ્લાના રૂપેણ બંદર વિસ્તારમાં ગત્ સપ્તાહે પ૦ કિલો જેટલા ગૌમાંસના જથ્થા ઝડપાયા અંગે ગૌપ્રેમીઓ તથા સ્થાનિકોનો રોષ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. દ્વારકા તાલુકાના ૪ર ગામોના સરપંચો તથા પંચાયતના સભ્યો, સામાજિક આગેવાનો દ્વારા તાલુકા પંચાયત કચેરીથી પ્રાંત કચેરી સુધી વિશાળ રેલી યોજી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યાનુસાર દ્વારકા યાત્રાધામ પવિત્ર ભૂમિ હોય, તીર્થભૂમિની પવિત્રતા જાળવવા હેતુ યાત્રાધામ તથા આસપાસના વિસ્તારોમાં કોઈપણ પ્રકારના માંસ-મટનના વેંચાણ પર પ્રતિબંધ મૂકવા તેમજ આ પ્રકરણના દોષીઓ સામે સખ્ત દાખલારૂપ પગલાં ભરવા તેમજ ઘટના અંગે ઊંડચાણપૂર્વક તપાસની માગ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial