Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર્જિંગ માટેની સુવિધા અને ઈ-બસ પોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યું:
જામનગર તા. ૨૫: જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પીએમઇ બસ યોજના હેઠળ બેટરી સંચાલિત એ.સી. બસો દોડતી કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અને ટૂંક સમયમાં જ શહેરમાં આ પ્રકારની નવી બેટરી સંચાલિત સિટી બસો દોડતી થઈ જશે. ૫૦ બસો દોડાવવાની યોજના છે, જે પૈકી ૨૫ બસ જામનગર આવી ચૂકી છે, ઉપરાંત તેના માટેના ચાર્જિંગની સુવિધા અને ઇ- બસ પોર્ટ પણ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરી લેવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારની મીનીસ્ટ્રી ઓફ અર્બન અફેઈર્સ વિભાગ દ્વારા પી. એમ ઈ-બસ સેવામાં ભાગ લેવા દરેક શહેરની કાર્યવાહી પૂર્ણ થયેલ છે. તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે.
પી.એમ. ઈ-બસ સેવા અંતર્ગત સરકારશ્રી દ્વારા પ્રિ-ફીઝીબીલીટી સર્વે હાથ ધરવામાં આવેલ, જેમાં જે.એમ.સી.. પી.જી.વી.સી.એલ. જી.એસ.આર.ટી.સી. તથા રાજ્યસરકારશ્રી દ્વારા સી.ઈ.એસ.એલ. ના પ્રતિનિધિ દ્વારા જોઈન્ટ સર્વે કરી અને સર્વે રિપોર્ટ સરકારશ્રીમાં સબમિટ કરવામાં આવેલ છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા પી.એમ.ઈ-બસ માં ૫૦ બસ માટેનો ડી.પી.આર. તૈયાર કરી અને સબમિટ કરવામાં આવેલ છે. જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી. એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસિ. કમિશનર ભાવેશ જાની, તેમજ પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની સહિતના અધિકારીઓની ટીમ દ્વારા સમગ્ર પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા ઈ-બસ માટે વિવિધ ૨૫ રૂટ હાલે નિયત કરવામાં આવેલ છે. સદરહુ રૂટ રેશનલાઈઝન માટે રાજ્ય સરકારશ્રીની કન્સલ્ટન્ટ એજન્સી સેપ્ટને જરૂરી જાણ અર્થે રજુ કરેલ છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા ઈલેક્ટ્રીક બસના ચાજીંર્ગ સ્ટેશન તથા બસ ડેપો માટે હાપા માર્કેટિંગ યાર્ડ પાસે મહાનગર પાલિકાનો ટ્રાન્સપોર્ટ ટર્મિનલ હેતુનો એફ.પી. નં. ૮૭ ના પ્લોટના ડીમાર્કેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial