Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયામાં રોગચાળો ફાટી નીકળવાની દહેશતઃ
ખંભાળિયા તા. ર૪: ખંભાળિયા નગરપાલિકા તેના મનસ્વી નિર્ણયો તથા અણઘડ વહીવટ અંગે જાણીતંુ છે. અનેક વિચિત્ર નિર્ણયો સારા રસ્તા તોડીને સી. સી. રોડ બનાવવા એક જ રસ્તા પર વારંવાર નવા રસ્તા બનાવવા, ભંગાર માર્ગોને લાખો રૂપિયાના ખર્ચે 'બ્યુટીફિકેશન' કરવું વિગેરે ચૂંટાયેલી બોડીમાં હતાં પણ હાલ વર્ગ-ર ના ડેપ્યુટી કલેક્ટરનું શાસન છે ત્યારે પણ આવી પરિસ્થિતિ હોય તેનો નમૂનો પણ આવતા ભારે ચર્ચા જાગી છે.
તાજેતરમાં દ્વારકા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખીને જણાવ્યું કે નગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના સોર્સમાંથી બેકટોરિયોલીજિકલ પૃથ્થકરણ માટે નમૂના લેવાયેલા તે નગરપાલિકાના મોટાભાગના પાણીના સેંપલો પાણી પીવાયાલયક ના હોવાનું બહાર આવ્યું છે તથા આને કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવવાની સંભાવના હોય, તાકીદે પાલિકા દ્વારા સુપર ક્લોરીનેશન સાથે જરૂરી પગલાં લેવા જણાવાયું હતું.
નવ દિવસથી પત્ર અમલ નહીં
ખંભાળિયા નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન હોવા છતાં નવમા દિવસ સુધીમાં પણ પાણીના ક્લોરીનેશનની કામગીરી થઈ નથી તથા પીવાલાયક નથી તેવું પાણી શહેરના અનેક વિસ્તારોમાં પાલિકા વિતરણ કરે છે. નવાઈની વાત છે કે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જિલ્લા કલેક્ટરને પણ આનો રિપોર્ટ કરાયો છે, છતાં પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી. પાણીજન્ય રોગચાળો ફાટી નીકળશે તેનું શું તંત્ર રાહ જુએ છે? જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા હેલ્થ ઓફિસરને પણ સંકલન કરીને સુપર ક્લોરીનેશન સહિતના પગલાં લેવા આજે કર્યો છે પણ તેનો અમલ થયો નથી.
ચાર ગામમાં પણ ગંદુ બીનઆરોગ્યપ્રદ પાણી વિતરણ થાય છે
ખંભાળિયા વિસ્તારના ૪૧ ગામોના પાણીના ટેસ્ટીંગ રિપોર્ટ કવામાં આવેલ જેમાં ૩૭ ગામોનો પાણીનો યોગ્ય યોગ્ય હોવાનો રિપોર્ટ આવ્યો હતો જ્યારે ચાર ગામોનો ખરાબ હોવાનો આવતા તાલુકા વિકાસ અધિકારી તથા જે તે ગામના મેડિકલ ઓફિસરને પણ પાણીનું સુપર ક્લોરીનેશન કરવા આદેશ કરાયો છ ે. નવાઈની વાત છે કે ખંભાળિયા તાલુકાના ૪૧ માંથી ૩૭ ગામોનો પાણીનો રિપોર્ટ 'એક્લીલેંટ ફોર ડ્રીન્કીંગ પરપઝ' આવેલ છે, જ્યારે કરોડોની ગ્રાન્ટ મેળવતા ખંભાળિયા પાલિકાના મોટાભાગના પાણીના સેમ્પલ પીવાલાયક ના હોવાનું નીકળ્યું છે અને લોકો ટેસથી પાણી પી રહ્યા છે તંત્રના પાપે. કટાક્ષમાં ખંભાળિયામાં કહેવાય છે કે અહીં ચૂંટાયેલી બોડી હોય કે વર્ગ-ર ના વહીવટદાર બધું જૈસે થે જેવું જ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial