Advertisement
Author: નોબત સમાચાર

ખીજડીયા અભયારણ્ય એટલે વૈવિધ્યસભર પક્ષીઓ સાથે પ્રકૃતિનો દુર્લભ નજારો...

વર્ષ-૨૦૨૧માં રામસર સાઈટ તરીકે જાહેર થયેલા આ સ્થળેને વર્ષ-૨૦૨૩માં બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યો છે

                                                                                                                                                                                                      

ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના જામનગર જિલ્લામાં આવેલું પક્ષી અભયારણ્ય છે. આશરે ૬૦૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ અભયારણ્ય તેના વૈવિધ્યસભર પક્ષીઓને કારણે સમગ્ર ભારતમાં આગવું સ્થાન ધરાવે છે.

ખીજડીયા વેટલેન્ડ દરિયાઈ પાણીની ખારાશને રોકવા તેમજ મીઠા પાણીને દરિયામાં ભળી જતું અટકાવવા સને ૧૯૨૦ માં જામનગરના રાજવી શ્રી જામ રણજીતસિંહજી  દ્વારા ઓખા થી નવલખી સુધીનો બંધ બનાવ્યો હતો. જે બંધમાં કાલિંદી તથા રૂપારેલ નદીના પાણીનો સંગ્રહ થતા ધીરે ધીરે આ સ્થળે દેશ-વિદેશના પક્ષીઓ આવવા લાગ્યા હતા અને સમય જતાં યાયાવર પક્ષીઓ માટે આ સ્થળ પસંદગીનું સ્થળ બન્યું હતું અને વર્ષ ૧૯૮૧-૧૯૮૨ માં આ સ્થળને રાજ્ય સરકાર દ્વારા અભ્યારણ તરીકે જાહેર કરાયું. આ અભ્યારણ વ્યુહાત્મક રીતે યાયાવર પક્ષીઓના ઇન્ડો-એશિયાન ઉડ્ડયન માર્ગમાં આવતું હોવાથી અહીં ૨૨ થી વધારે દેશોમાંથી પક્ષીઓ અહીં મહેમાન બને છે. પક્ષીઓ માટે સ્વર્ગ સમાન તેમજ બેનમૂન પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ સ્થળની ખ્યાતિ તેમજ અહીંનું જૈવ વૈવિધ્ય દેશ-વિદેશના પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

અહીં જૈવ વૈવિધ્ય ખૂબ જ દુર્લભ છે. પક્ષીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન સાબિત થયું છે. અહી ૩૦૦થી વધુ પ્રકારના પક્ષીઓ અને ૪૦ જેટલી દુર્લભ ગણાતી પ્રજાતિઓ તેમજ વન્ય પ્રાણીઓનો લ્હાવો મળે. આ અભયારણ્યને ૨૦૨૧ મા રામસર સાઈટ તરીકે  જાહેર કરાવામાં આવેલ છે. તથા ખીજડીયા પક્ષી અભયારણ્યને બેસ્ટ ટુરીઝમ વિલેજ-૨૦૨૩ ભારત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવેલ હતું.

 અભયારણ્યની આસપાસના વન્યજીવ આવાસના પ્રકારો

૧.મીઠા પાણીના તળાવ, ૨.ખારા પાણીના તળાવ, ૩.ચેરના જંગલ, ૪.નોમલ જંગલ, ૫.મીઠાના અગરો ૬.ખેતીવાડીની જમીન, ૭. દરિયા કિનારો, ૮. ઘાસીયા મેદાનો,

અભયારણ્યમાં રહેતા તથા મહેમાન બનતા પક્ષીઓનું વર્ગીકરણ

૧. શીકારી પક્ષીઓ ગરૂડ, ૨. જમીન અને ધાસીયા મેદાનમાં રહેતા પક્ષીઓ ટીટોડી, બટાવડા ૩. લાંબા પગવારા પક્ષીઓ કાળી ડોક ઢોંક, હંજ, ૪. રાત્રિ દરમ્યાન સક્રિય થતા પક્ષીઓ ધુવડ, નાનું દશરથીયું, ૫. પાણીમાં રહેતા પક્ષીઓ બતક, ૬. દરિયાકાંઠા (પાણીના કિનારા)

પક્ષીઓ પ્લોવર્સ, સેન્ડપાઇપર્સ, ૭. ઝાડ આશ્રય લેતા પક્ષીઓ ૮. વોટરપ્રૂફ વગરના પક્ષી સર્પગીવ, કાજીયા, કબૂતર અને કેટલાક પોપટ.

ખીજડીયા પક્ષી અભયારણ્ય આસપાસના પક્ષીઓના માળાના પ્રકારો ૧. 'કપ માળો' પક્ષી તેના કપ અથવા વાટકાના આકારનો હોય બુલબુલ ૨. 'પોલાણ માળો' ઝાડમાં પોલાણ લક્કડખોદ ૩. 'લટકતો માળો' ડાળી પર લટકતો હોય (સુગરી) ૪. 'પ્લેટફોર્મ માળો' જે તેના મોટા, મજબૂત સપાટ અને પહોળા હોય છે કાળી ડોક ઢોંક ૫. 'સંલગ્ન માળો' કાદવ અથવા લાળથી બનાવવામાં આવે તારોડીયું પક્ષી ૬. તરતો માળો ''જે પાણીની ઉપર  બાંધવામાં આવે છે. ગ્રીબ્સ, કૂટ્સ ૭. 'દર વારો માળો' ટનલ અથવા ખાડો ખોદીને બનાવવામાં આવે છે, કલકલીયા ૮. સ્ક્રેપ માળો સૌથી સરળ માળો બાંધકામ સ્ક્રેપ છે, જે ફક્ત માટી અથવા વનસ્પતિમાં છીછરા ખાડા છે. ટીટોડી ૯. માળાઓ વગર વન્યજીવનના સંદર્ભમાં કોયલ  જેવા કેટલાક પક્ષીઓ પોતાના માળામાં માળો બનાવતા નથી.

 અભયારણ્યમાં રહેતા

તથા મહેમાન બનતા વન્યપ્રાણીઓ

૧.દીપડો, ૨.ઝરખ, ૩.શીયાળ, ૪.સસલા, ૫.વણીયાર, ૬.જંગલી બીલાડી, ૭. નીલ ગાય, ૮. ભૂંડ વગેરે

અભયારણ્ય આસપાસમાં રહેતા-મહેમાન બનતા સાપ

૧. ઇન્ડિયન કોબ્રા, ૨. કોમન ક્રેટ, ૩. રસેલ્સ વાઇપર, ૪. સો-સ્કેલ્ડ વાઇપર વગેરે ઝેરી ઉપરાંત બીજા બીનઝેરી સાપો અને પતંગીયા કરોડીયા તથા અનેક સુક્ષ્મ જીવજંતુ.

કયા રસ્તે આવેલું છે ?

ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર-રાજકોટ હાઇવેથી ૩ કિ.મી. દૂર આવેલુ છે. ખીજડીયા ગામ જવાના રોડથી અહીં સરળતાથી પહોંચી શકાય છે. જામનગર શહેરથી તેનું અંતર ૧૨ કિ.મી. જેટલું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh