Advertisement
Author: નોબત સમાચાર

વાંસજાળીયામાં ખંઢેર જેવા મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૦૩૫ બોટલ પકડી પાડતી એલસીબી

એક્સયુવી મોટરમાંથી ૭૩૧ બોટલ દારૂ કબજેઃ ગોડાઉનમાંથી બોટલ મળીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં ખંઢેર જેવા એક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે એલસીબીએ દરોડો પાડતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી ૨૦૩૫ બોટલ મળી આવી હતી. રૂ.૧ર લાખનો દારૂનો જથ્થો કબજે કરી પોલીસે મકાન માલિકની શોધ આરંભી છે. જ્યારે ગોકુલનગર નજીક સાંઢીયા પુલ પાસે એક મોટરમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની નાની મોટી ૭૩૧ બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. બે રીસીવરના નામ ખૂલ્યા છે. અલીયા ગામમાં ગોડાઉનમાંથી દારૂની છ બોટલ સાંપડી છે.

જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં ખંઢેર જેવા એક મકાનમાં ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી સ્થાનિક ગુન્હાશોધક શાખાના અરજણભાઈ, ઘનશ્યામ ડેરવાડીયા, મયુદ્દીન સૈયદ, ધર્મેન્દ્રસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કર્યા પછી એલસીબી સ્ટાફે પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયાના વડપણ હેઠળ ગઈકાલે સાંજે વાંસજાળીયામાં પબાભાઈ મેરાભાઈ મોરી નામના શખ્સના જૂના મકાનમાં દરોડો પાડ્યો હતો.

આ મકાનની તલાશી લેવાતા ત્યાંથી રોયલ ચેલેન્જ બ્રાંડની ૬૮૪ બોટલ, મેકડોવેલ્સ નંબર વન બ્રાંડની ૫૫ બોટલ, રોયલ ચેલેન્જ પ્રિમિયમ વ્હીસ્કીના ૪૩૨ ચપલા, ઓલ સિઝન બ્રાંડના ૮૬૪ ચપલા મળી કુલ શરાબની ૨૦૩પ નાની મોટી બોટલ મળી આવી હતી. દરોડા પહેલાં નાસી ગયેલા પબા મોરીના સગડ દબાવાઈ રહ્યા છે. કુલ રૂ.૧૨,૦૮,૯૦૦નો દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.

જામનગરના ગોકુલનગર નજીકના સાંઢીયા પુલ પાસે એક મોટરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી સિટી સી ડિવિઝનના મહાવીરસિંહ, વનરાજ ખવડ, રાજેશ બથવારને મળતા પીઆઈ એન.બી. ડાભીને વાકેફ કરાયા પછી પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે ગઈકાલે બપોરે સાંઢીયા પુલ પાસે વોચ રાખી હતી.

ત્યાંથી પસાર થયેલી જીજે-૧૬-બીકે ૬૪૯૯૯ નંબરની એક્સયુવી મોટરને રોકી પોલીસે ચેક કરતા તે મોટરમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૭૩૧ બોટલ મળી આવી હતી. દારૂની મોટી ૨૫૧ અને ૪૮૦ ચપલા મળી કુલ રૂ.૩,૯૮,૪૦૦નો દારૂનો જથ્થો કબજે કરાયો છે. આ મોટરના ડ્રાઈવર નાઘેડીના શ્યામ હેરીટેજમાં રહેતા રવિરાજસિંહ ગોપાલજી જાડેજાની ધરપકડ કરાઈ છે. પોલીસે તેનો મોબાઈલ અને રૂ.પ લાખની મોટર પણ ઝબ્બે લીધી છે. આ શખ્સની પૂછપરછ કરાતા તેણે દારૂનો જથ્થો દિગ્વિજય પ્લોટ-પ૮માં બાળકોના સ્મશાન પાસે રહેતા આનંદ નાનજીભાઈ ભદ્રા ઉર્ફે બાડા તથા હીરેન બાવાજીએ મંગાવ્યાની કબૂલાત કરી છે. ત્રણેય સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

જામનગર કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા અલીયા ગામમાં એક શખ્સના ગોડાઉનમાં ગઈરાત્રે પંચકોશી એ ડિવિઝનના સ્ટાફે દારૂ પડ્યો હોવાની બાતમી મળતા નિર્મળ અમરલાલ મદીયાણી નામના શખ્સના ગોડાઉનમાં દરોડો પાડી ઈંગ્લીશ દારૂની છ બોટલ કબજે કરી છે. દરોડા પહેલાં નિર્મળ નાસી ગયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh