Advertisement
Author: નોબત સમાચાર

નગરપાલિકાના અણઘડ તંત્રએ ઘી નદીના પાટીયા તો ખોલી નાખ્યા, પણ સંલગ્ન કામ હજૂ શરૂ જ થયું નહીં !

ખંભાળીયામાં એક પછી એક સમસ્યાનો દોર ચાલુ જ છે, લોકોમાં ભારે રોષઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ર૧: ખંભાળીયા નગરપાલિકા દ્વારા તાજેતરમાં ચોમાસામાં વરસાદથી ભરેલું પાણી ઘી નદીમાં રામનાથથી ખામનાથ સુધી વિવિધ વિસ્તારમાં ભરાયેલું તેના પાટીયા ખોલીને આ પાણી હેઠવાસમાં કોઈ જાણ કર્યા વગર છોડી દેવાતા લોકોમાં રોષ ફેલાયેલો તથા ભલે નદીમાં ગાંડીવેલ હોય, પણ નદીમાં રહેલા પાણીથી નજીકના પાંચસો જેટલા નાગરિકોના બોર તથા ઢગલાબંધ ખેડૂતોના કૂવા-બોર તથા નદીના પાણીની જીવંત રહેતા હતા, તે પાણી કાઢી નાંખતા પરેશાન થઈ ગયા છે.

નવાઈની વાત છે કે, ઘી નદીમાં ડ્રેનેજ પાઈપના કામે આ પાટીયા ખોલ્યાનું પાલિકા અધિકારી દ્વારા જણાવાયેલું, તો એક મહિનાથી પાણી છોડી દીધું છે. પણ હજુ નદીમાં તો ડ્રેનેજનું કામ શરૂ જ નથી થયું તથા ધીમી ગતિથી ચાલતું કામ તો નદીથી પ૦ ફૂટ દૂર ચાલે છે, તો પછી નદીનું પાણી વહેલું કેમ છોડી નખાયું...?

અણઘડ તંત્ર હોય તેમ ઘી નદીમાંથી ગાંડીવેલ કાઢવા માટે લાખોના ખર્ચે તંત્ર દ્વારા જાહેરાતની પણ કામગીરી હાથ ધરવામાં આવેલી અને પછી પાણી છોડી દેવાયું છે.

આયોજન વગરની આ કામગીરી પ્રજાની સગવડ વધારવાને બદલે અગવડ તથા સમસ્યા અને પ્રશ્નો ઊભા કરનાર હોય, લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh