Advertisement
Author: નોબત સમાચાર

કડિયાવાડમાં મોડીરાત્રે ઘોડીપાસા વડે જુગાર રમતા દસ ઝડપાયાઃ રોકડ, દસ મોબાઈલ, બે વાહન કબજે

ખોડિયારનગરમાં તીનપત્તી રમતા પાંચ શખ્સ ઝબ્બેઃ ચાર નાસી જવામાં સફળ થયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરના ગોકુલનગર નજીક ખોડિયારનગરમાં ગઈકાલે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાઈ ગયા છે. એલસીબીને જોઈને ચાર પત્તાપ્રેમી નાસી ગયા છે. રૂ।.૬,૨૭,૫૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે અને એલસીબીના કડિયાવાડમાં દરોડામાં ૧૦ શખ્સ ઘોડીપાસાથી જુગાર રમતા પકડાઈ ગયા છે. ત્યાંથી પણ રોકડ, વાહન, મોબાઈલ સહિત રૂ।.૨,૪૬,૫૦૦નો મુદ્દામાલ ઝબ્બે લેવામાં આવ્યો છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા ખોડિયારનગર પાસે ગઈકાલે સાંજે કેટલાક શખ્સ એકઠા થઈ ગંજીપાનાથી જુગાર રમતા હોવાની બાતમી એલસીબીના અરજણભાઈ, ધર્મેન્દ્રસિંહ, કિશોર પરમારને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી એલસીબી ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળે ગંજીપાના વડે જુગાર રમતા રમેશભાઈ રવજીભાઈ પરમાર, ભરત પાલાભાઈ અસવાર, સુખાભાઈ પરસોત્તમભાઈ ડાભી, પાંચાભાઈ ભગવાનજી જોરીયા, નિલેશ નારણભાઈ પરમાર નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. જ્યારે ચાર શખ્સ નાસી જવામાં સફળ થયા હતા. પટમાંથી રૂ।.૫૨૦૦ રોકડા, નવ વાહન, પાંચ મોબાઈલ મળી કુલ રૂ।.૬,૨૭,૫૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. તમામ શખ્સ સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.

જામનગરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી લાડવા શેરીમાં ગઈરાત્રે એક શખ્સ બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો જુગાર રમાડતો હોવાની બાતમી એલસીબીના કિશોર પરમાર, ભરત ડાંગર, મયુદ્દીનને મળતા રાત્રે સાડા બારેક વાગ્યે લાડવા શેરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

ત્યાંથી રાજેન્દ્ર ચમનભાઈ લાલાણી નામનો શખ્સ ઘોડીપાસાનો જુગાર રમાડતો મળી આવ્યો હતો અને જુગાર રમતા પ્રશાંતસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ, કૌશિક જયંતિલાલ ચાવડા, અજય હરજીવનભાઈ વાઢેર, ભરત રમેશભાઈ વસાણી, ઘનશ્યામ હીરાભાઈ લાખાણી, ધર્મેન્દ્ર જગદીશભાઈ સોલંકી, સરફરાઝ ઓસમાણ ચાડ, નરેન્દ્ર ચમનભાઈ લાલાણી, કેતન રાજેશભાઈ ખેતાણી નામના નવ શખ્સ મળી આવ્યા હતા. રૂ।.૫૦૫૦૦, ૧૦ મોબાઈલ, બે વાહન મળી કુલ રૂ।.૨,૪૬,૫૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. તમામ સામે સિટી બી ડિવિઝનમાં જુગારધારાની કલમ ૪, પ હેઠળ ગુન્હો નોંધાવાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh