Advertisement
Author: નોબત સમાચાર

જામકલ્યાણપુરની સરકારી વિનયન કોલેજ બજેટ ટોક અંગે શૈક્ષણિક કાર્યક્રમ

સેમિનારમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લીધુ બજેટ અંગે જ્ઞાન

                                                                                                                                                                                                      

સરકારી વિનયન કોલેજ જામકલ્યાણપુરમાં પ્રભાવશાળી શૈક્ષણિક કાર્યક્રમ "બજેટ ટોકકેમ્પસ" નું આયોજન કરવામાં આવેલ જેના દ્વારા વિદ્યાર્થીઓમાં આર્થિક જાગૃતિ લાવવાનો એક સફળ પ્રયાસ કર્યો હતો. આ સેમિનાર કોલેજના હોલમાં કોલેજના બહોળી સંંખ્યામાં વિદ્યાર્થિઓ ઉપસ્થિત રહી ભારતીય બજેટ, આર્થિક નીતિ અને રાષ્ટ્રીય અર્થતંત્ર વિશે ગહન જ્ઞાન મેળવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય વક્તા તરીકે પ્રોફેસર આશિષ ચુડાસમા તેમજ તેમના મૂલ્યવાન વિચારો રજૂ કર્યા હતાં અને મુખ્ય મહેમાનોમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી અને જિલ્લા ભાજપ આગેવાન ટપુભાઈ સોનગરા ઉપસ્થિત રહ્યાં હતાં. આયોજક તરીકે ડો. બી.એચ. ઘેલાણી તથા ડો. મહેશભાઈ નંદાણીયાએ અત્યંત કુશળતાપૂર્વક ઈવેન્ટનું આયોજન કર્યુ હતું. કાર્યક્રમના અંતે નિલેશભાઈ નંદાણીયા દ્વારા આભાર જાહેર કર્યો હતો. આ શૈક્ષણિક કાર્યક્રમ વિદ્યાર્થીઓને આર્થિક સમજશક્તિ વધારવા અને તેમના ભવિષ્યના પ્રતિભાશાળી નાગરિક બનાવવા પ્રશંસનીય પહેલ સાબિત થયો હોવાનું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિલેશભાઈ નંદાણીયા દ્વારા કરવામાં આવેલ હોવાનું જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh