Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં મહાશિવરાત્રિમાં નીકળતી શિવ વરણાગીમાં બહોળી સંખ્યામાં ભૂદેવોને જોડાવા અગ્રણીઓની અપીલ

ગત વર્ષે એક યુવાનના હૃદયરોગથી મૃત્યુને લક્ષ્યમાં લઈ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં શિવરાત્રિના ૧૫૦થી વધુ વર્ષોથી નીકળતી શિવ વરણાગીમાં ભૂદેવોએ વરણાગીની પાલખી ઉપાડવા મોટી સંખ્યામાં જોડાવા માટે અગ્રણીઓએ અપીલ કરી છે.

ખૂબ જ પ્રાચીન અને ભવ્ય વજનદાર શિવ, ગણેશ પાર્વતીની ચાંદીની પ્રતિમા તથા પાલખીને બ્રાહ્મણો જ ઉંચકી શકે તે પણ ખુલ્લા પગે તથા ધોતી પહેરીને બ્રાહ્મણો જ ઉપાડી શકતા હોય સમગ્ર શહેરમાં અનેક સ્થળે આ વરણાગી ઉઠાવીને જવાનું હોય તથા ચોક તથા મોટા સ્થળો પર પૂજા કરવા વરણાગી થોભાવી પડે છે.  તથા સાથે લાકડાના ટેકા પણ ના હોય કયારેક ઓછી સંખ્યામાં ભૂદેવો આવે તો ઉપાડનારા થાકી જતાં હોય છે.

ગત વર્ષે ભવ્ય જોશી નામના એક યુવાન સતત પાલખી ઉઠાવ્યા પછી હૃદયરોગના હુમલામાં મૃત્યુ પામ્યો હતો. ખંભાળિયામાં પુષ્કર્ણા, ઔદિચ્ય ઝાલાવાડી, ગોહીલવાડી, સારસ્વત, રાજગોર, કાઠી રાજગોર, કાન્ય કુંઈબજ અબોટી, ગુગળી, જગદીશ અબોટી સહિત ચૌદ જેટલી બ્રાહ્મણોની જ્ઞાતિના ભૂદેવો  હોય શિવ વર્ણાંગીમાં ધોતી, પિતાંબરી સાથે ભૂદેવો જોડાય છે.

ખામનાથ મહાદેવના ટ્રસ્ટી અમિતભાઈ વ્યાસ, પ્રતીકભાઈ જોશી, પાલખી ઉપાડવા નિયમિત જોડાતા નીતિનભાઈ આચાર્ય, યોગેશભાઈ, હેતલભાઈ બોડા, કિરીટભાઈ બોડા, બ્રહ્મ સમાજ, દ્વારકા જિલ્લા પ્રમુખ કાંતિભાઈ ઓડીચ, મોતાભાઈ, અગ્રણીઓ હિતેન્દ્રભાઈ આચાર્ય, વિનાયકભાઈ ભટ્ટ, સંદીપભાઈ ખેતિયાએ અપીલ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh