Advertisement
Author: નોબત સમાચાર

દિગ્જામ ઓવરબ્રિજ નીચે શરૂ કરાયેલા ડિમોલીશન વેળાએ ચાંપતો પોલીસ બંદોબસ્ત

રેલવે તંત્રના અધિકારીઓની સાથે ઈન્ચાર્જ એસ.પી. પ્રતિભાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ગોઠવાઈઃ

                                                                                                                                                                                                      

રેલવે વિભાગ દ્વારા રાજકોટથી લાલપુરના કાનાલુસ વચ્ચે રેલવેની ડબલ ટ્રેક પાથરવાની કામગીરીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં દિગ્જામ વુલનમીલ રોડ પર આવેલા ઓવરબ્રિજ અને તેની આજુબાજુના વિસ્તારમાં વર્ષોથી ઊભા થઈ ગયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટે આજ સવારથી કાર્યવાહી શરૂ કરાઈ હતી. ઓવરબ્રિજ નીચે રેલવે ટ્રેકની બંને તરફ ખડકાઈ ગયેલા ૧૫૦થી વધુ ઝુંપડાઓ હટાવવા માટે રેલવે વિભાગના અધિકારીઓની સાથે લાલપુરના એએસપી પ્રતિભાના વડપણ સિટી ડીવાયએસપી જે.એન.ઝાલા તથા એલસીબી, એસઓજી, સિટી એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝનના અધિકારીઓના વડપણ હેઠળની પોલીસ ટીમો પહોંચી હતી. ત્યાં આવેલા ઝુંપડા ઉપરાંત કેટલીક કેબિનો સહિતના દબાણો દૂર કરવા માટે જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી ઉપરોક્ત ડિમોલીશન શરૂ કરી દેવાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh