Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગણેશોત્સવ માટે ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓની પસંદગીઃ
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં ભદરવા મહિનાનો આરંભ થયઈ ગયો છે, ત્યારે સાર્વજનિક ગણેશોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ગણેશ મૂર્તિઓ બનાવનાર કારીગરોએ અવનવા રૂપોમાં ભગવાન ગજાનને સાકાર કર્યા છે. રણજીતસાગર રોડ પર ગણેશ મૂર્તિઓના કારીગરો દ્વારા સંખ્યાબંધ મંડપમાં મૂર્તિઓ વેંચાણ અર્થે ગોઠવવામાં આવી છે, જ્યાંથી સાર્વજનિક ગણેશોત્સવ માટે તેમજ ઘરમાં ઉજવાતા ઉત્સવ માટે પણ સ્થાપના કરવા માટે લોકો પસંદગીની મૂર્તિની ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે પણ ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓનું પ્રમાણ મહત્તમ છે, જે આવકાર્ય છે. નગરને છોટીકાશી કહેવાય છે ત્યારે ભગવાન ગજાનન અહીં યુવરાજ કહી શકાય. પોતાના યુવરાજને આવકારવા નગરજનો શ્રદ્ધાપૂૂર્વક થનગની રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial