Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળકો માટેનું નિઃશુલ્ક આયોજનઃ નોંધણી જરૂરીઃ
જામનગર તા. ૨૫: જામનગરમાં વિરાટ બજરંગ દળ ગૌરક્ષા વિભાગ-બાળ વિભાગ આયોગ દ્વારા સેવા સુરક્ષા સંસ્કાર કેન્દ્ર મહિલા વિભાગના ઉપક્રમે ૫ થી ૧૫ વર્ષના બાળકો માટે 'ઓપન જામનગર' વિવિધ સ્પર્ધાનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગણેશ મહોત્સવ નિમિત્તે તા.૨૮-૮ને ગુરૂવારે સાંજે ૫ કલાકે વૈદ્યરાજનો ડેલો, અંબાજીનો ચોક, નાગનાથ ગેટ પાસે, હનુમાન ચાલીસા પઠન તથા સંસ્કૃત શ્લોક પઠન તથા હિન્દુ ધર્મના દેેવી-દેવતાઓની પૌરાણિક વેશભૂષા સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા કોઈ એન્ટ્રી ફી નથી પરંતુ અગાઉથી નામ નોંધાવવા જરૂરી છે. તા. ૨૭-૮ના સવારે ૧૦ સુધીમાં નામ નોંધાવવાનું રહેશે. વધુ વિગત માટે વિરાટ બજરંગદળના પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેન્દ્રસિંહ વાળા (મો.૯૦૪૨ ૨૯૦૨૭), સત્સંગ મંડળના પ્રમુખ હર્ષાબેન રાવલ (મો. ૯૧૫૭૦ ૯૫૮૪૭) તથા મહિલા વિભાગના પ્રમુખ અમીબેન ગજ્જર (મો. ૯૯૭૯૧ ૧૦૦૭૩) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial