Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીએમના વિઝન અને કેન્દ્રીય સંદેશા વ્યવહારમંત્રીના માર્ગદર્શન હેઠળ
નવી દિલ્હી તા. ૨૩: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન અને કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય એમ.સિંધીયાના માર્ગદર્શન હેઠળ, પોસ્ટ વિભાગએ આઈટી-૨.૦ એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી સફળતાપૂર્વક શરૂ કરી છે. આ સીમાચિહ્નરૂપ ડિજિટલ અપગ્રેડ વિભાગની તેની ૧.૬૫ લાખ પોસ્ટ ઓફિસોમાંની દરેકમાં આધુનિકરણની યાત્રામાં એક પરિવર્તનશીલ પગલું છે. જે ભારત સરકારના ડિજિટલ ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયાના વિઝન સાથે સંરેખિત છે. આઈટી-૨.૦ દેશના દરેક ખૂણામાં ઝડપી, વધુ વિશ્વસનીય અને નાગરિકનું કેન્દ્રીત પોસ્ટલ અને નાણાકીય સેવાઓ લાવે છે. જે ઈન્ડિયા પોસ્ટની સમાવેશીતા અને સેવા શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. આઈટી મોર્ડનાઈઝેશન પ્રોજેકટ ૧.૦ની સફળતા પર આધાર રાખીને નવા લોન્ચ કરાયેલ એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી પ્લેટફોર્મ એક માઈક્રોસર્વિસિસ-આધારિત એપ્લિકેશન રજૂ કરે છે જે ઝડપી, વધુ વિશ્વસનીય અને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ નાગરિક-કેન્દ્રિત સેવાઓ પ્રદાન કરે છે. સેન્ટર ફોર એકસેલન્સ ઈન પોસ્ટલ ટેકનોલોજી દ્વારા સ્વદેશી રીતે ડિઝાઈન અને વિકસિત, આ એપ્લિકેશન ભારત સરકારના મેઘરાજ ૨.૦ ક્લાઉડ પ્લેટફોર્મ પર હોસ્ટ કરવામાં આવી છે અને બીએસએનએલ ની રાષ્ટ્રવ્યાપી કનેક્ટિવિટી દ્વારા સમર્થિત છે.
એપીટીની મુખ્ય વિશેષતાઓમાં સામેલ છેઃ માઈક્રો સર્વિસીસ, ઓપન એપીઆઈ આધારિત આર્કિટ્ેકચર, સીંગલ યુનિફાઈડ યુઝર ઈન્ટરફેસ, કલાઉડ રેડી ડિપ્લોયમેન્ટ, બુકિંગથી ડિલિવરી સુધી એન્ડ ટુ એન્ડ ડિજિટલ સોલ્યુશન, નેક્સ્ટ જનરેશન કાર્યક્ષમતા, ક્યુ.આર. કોડ ચુકવણીઓ, ઓટીપી આધારિત ચુકવણી વગેરે, ઓપન નેટવર્ક સિસ્ટમ-ગ્રામીણ વિસ્તારોમાં પણ વિશ્વસનીય કનેક્ટિવિટી સુનિશ્ચત કરવી, ડિલિવરીની ચોકસાઈ વધારવા માટે ૧૦ અંકનો આલ્ફાન્યુમેરિક ડીજીપીન અને સુધારેલ રિપોર્ટિંગ અને એનાલિટિક્સ.
મે-જુન ૨૦૨૫ દરમ્યાન કર્ણાટક સર્કલમાં સફળ પાયલોટ પ્રોજેકટ પછી આ પ્રોજેકટ તબક્કાવાર અને માળખાગત રીતે અમલામાં મૂકવામાં આવ્યો હતો. સિસ્ટમ અને વ્યૂહરચનાને સુધારવા માટે મુખ્ય મુશ્કેલીઓ ઓળખવામાં આવી હતી. અને તેમાંથી શીખોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ૮-૭-૨૫ થી ૨૨-૭-૨૫ સુધી ગુજરાતમાં કાળજીપૂર્વક તબક્કાવાર રોલઆઉટ કરવામાં આવ્યું હતું. ૪ ઓગષ્ટ ૨૦૨૫ના રોજ તમામ ૨૩ પોસ્ટલ સર્કલમાં આ પ્રોજેકટનો અંત આવ્યો જેમાં ૧.૭૦ લાખથી વધુ ઓફિસો જેમાં તમામ પોસ્ટ ઓફિસો, મેઈલ ઓફિસો, અને વહીવટી એકમોનો સમાવેશ થાય છે. એપીટી પર કાર્યરત છે. ટેકનોલોજી પરિવર્તનની સફળતા તેના કર્મચારીઓ પર આધાર રાખે છે તે ઓળખીને ઈન્ડિયા પોસ્ટે ટ્રેન-રિટ્રેન-રિફ્રેશના સિદ્ધાંત હેઠળ માસ્ટર ટ્રેનર્સ યુઝર ચેમ્પિયન્સ અને એન્ડ યુઝર્સનો સમાવેશ કરતા કાસ્કેડ મોડેલ દ્વારા ૪.૬ લાખથી વધુ કર્મચારીઓને તાલીમ આપીી. આનાથી દરેક સ્તરે તૈયારી અને દેશભરમાં સરસળ અપનાવવાની ખાતરી અપાઈ. આ સિસ્ટમ પહેલાથી જ તેની સ્થિતિસ્થાપકતા અને માપનીયતા દર્શાવી ચૂકી છે. એક જ દિવસમાં ૩૨ લાખથી વધુ બુકિંગ અને ૩૭ લાખ ડિલિવરી સફળતાપૂર્વક હેન્ડલ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial