Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી સ્વ. પ્રાગજીભાઈ માવજીભાઈ તન્નાના પુત્ર અરવિંદ પ્રાગજીભાઈ તન્ના, તે હંસાબેન અરવિંદભાઈ તન્નાના પતિ, રંજનબેન કાનજી ગઢીયા (લંડન), સ્વ. ગોદાવરીબેન રમણીકલાલ રૂપારેલ, અમૃતલાલ પ્રાગજીભાઈ તન્ના, કિરીટભાઈ પ્રાગજી તન્નાના ભાઈ તથા કલ્પનાબેન અમીતકુમાર માત્રાવડીયા (રાજકોટ), સ્વ. ચંદ્રિકાબેન ચેતનકુમાર કક્કડ (રાજકોટ), કાજલ દિપકકુમાર અમલાણી (રાજકોટ), ભરતભાઈ અરવિંદભાઈ તન્નાના પિતા, નીતાબેન સંજયકુમાર બારાઈ (ઓખા), ભાવેશભાઈ અમૃતલાલ તન્ના (નોબત પ્રેસ), રાજેશભાઈ અમૃલાલ તન્નાના કાકા, નિશાંત કિરીટભાઈ તન્ના, આનંદ કિરીટભાઈ તન્નાના અદા તથા રાજકોટ નિવાસી સ્વ. દયાળજી દેવશી નથવાણીના જમાઈનું તા. ૧પ-૯-ર૦રપ, સોમવારના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તથા સાસરાપક્ષની સાદડી તા. ૧૮-૯-ર૦રપ, ગુરૂવારના સાંજે પ.૦૦ થી પ.૩૦ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવનીપાળ, જામનગરમાં રાખવામાં આવી છે. સંપર્કઃ ભરતભાઈ અરવિંદભાઈ તન્ના (મો. ૯૮૯૮૯ રરપ૦૪ ભાવેશ અમૃતલાલ તન્ના (મો. ૯૮ર૪૬ ૧ર૩૭૮).
જામનગરઃ તુલસીભાઈ કરશનભાઈ ચોવટીયા (ઉ.વ. ૭૬), તે ડો. અશોકભાઈ ચોવટીયાના પિતા તથા મનિષાબેન ચોવટીયાના સસરા તથા વ્યોમના દાદાનું તા. ૧પ-૯-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૮-૯-ર૦રપ, ગુરૂવારના સાંજે ૪ થી પ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે લેઉવા પટેલ સમાજ (પ્રાર્થના હોલ), રણજીતનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ નવીનભાઈ જેઠાલાલ ધાંધા (ઉ.વ. ૭ર), તે જગદીશભાઈ, સ્વ. વિજયભાઈના નાનાભાઈ તથા મેહુલ, જિતેન્દ્રભાઈ, હિના, નિહારિકા, નિકિતાના કાકા તથા ક્રિયાંશના દાદી તથા હેત્વી પ્રનીલના નાનાનું તા. ૧૪-૯-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧પ-૯-ર૦રપ ના સાંજે ૪.૩૦ થી પ વાગ્યા દરમિયાન બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિપંચની વાડી, ખંભાળીયા નાકા બહાર, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગરઃ પંકજભાઈ દિનેશચંદ્ર ભટ્ટ (ઉ.વ. પ૬), તે ભરતભાઈ ડી. ભટ્ટ (વકીલ/નોટરી), સંજયભાઈ દિનેશચંદ્ર ભટ્ટ (નિવૃત્ત કર્મચારી જિલ્લા પંચાયત, જામનગર) ના નાનાભાઈનું તા. ૧ર-૯-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧પ-૯-ર૦રપ ના સાંજે પ.૩૦ થી ૬.૩૦ વાગ્યા દરમિયાન જડેશ્વર મહાદેવ મંદિર, પટેલ કોલોની શેરી નં. ૬ ના છેડે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.