Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત પણ અમેરિકામાં ફર્નિચરની નિકાસ કરે છેઃ
વોશિંગ્ટન તા. ર૩: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ફર્નિચરની આયાત ઉપર ટેરિફ ઝીંકવા તૈયારી કરી રહ્યા છે, જેની ભારત ઉપર અસર પડશે.
ડોનાલ્ડ ટ્રમ્પે ફર્નિચરની અમેરિકામાં આયાત પર ટેરિફ લાદવાનો નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે, આગામી પ૦ દિવસમાં તપાસ પૂર્ણ થશે અને ત્યારપછી નક્કી કરવામાં આવશે કે અન્ય દેશોમાંથી અમેરિકા આવતા ફર્નિચર પર કેટલી ડ્યુટી લાદવી જોઈએ.
ટ્રમ્પ માને છે કે આ અગલું અમેરિકન ઉદ્યોગને ફરીથી મજબૂત બનાવશે અને દેશની અંદર ઉત્પાદન લાવશે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં ખાસ કરીને ઉત્તર કેરોલીના, દક્ષિણ કેરોલીના અને મિશિગન જેવા રાજ્યોનો ઉલ્લેખ કર્યો હતો. આ રાજ્યો એક સમયે ફર્નિચર ઉદ્યોગના મોટા કેન્દ્રો હતાં, પરંતુ સસ્તા મજૂર અને ઓછા ઉત્પાદન ખર્ચને કારણે મોટાભાગની કંપનીઓએ તેમનું કામ વિદેશમાં જતું રહ્યું છે.
ટ્રમ્પ કહે છે કે નવા ટેરિફ કંપનીઓને ફરીથી અમેરિકામાં ઉત્પાદન કરવા દબાણ કરશે.
એક સમય હતો જ્યારે અમેરિકાનો ફર્નિચર ઉદ્યોગ ખૂબ જ મજબૂત હતો. ૧૯૭૯ માં લગભગ ૧ર લાખ લોકો આ ઉદ્યોગમાં કામ કરતા હતાં. ર૦ર૩ સુધીમાં આ સંખ્યા ઘટીને માત્ર ૩.૪ લાખ થઈ ગઈ છે. આ ઘટાડાનું મુખ્ય કારણ વિદેશમાં સસ્તુ ઉત્પાદન અને મોટાપાયે આઉટસોર્સિંગ હોવાનું માનવામાં આવે છે. ટ્રમ્પ કહે છે કે નવા ટેરિફથી માત્ર અમેરિકન ઉદ્યોગને વેગ મળશે નહીં, પરંતુ હજારો લોકો માટે રોજગાર પણ પાછો આવશે. ટ્રમ્પની આ જાહેરાત ભારત પર પણ અસર કરશે, કારણ કે ભારત અમેરિકામાં મોટા પ્રમાણમાં ફર્નિચરની નિકાસ પણ કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial