Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૂર્તિ વિસર્જન, પ્રોસેશન, સ્વચ્છતા, માટીની પ્રતિમા અંગે સૂચનાઓ સાથે
ખંભાળિયા તા. ૨૨: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગણેશ ઉત્સવ નિમિત્તે પ્રતિબંધાત્મક હુકમો દર્શાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દર વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે. સ્થાપના બાદ ધાર્મિક રીતિ-રિવાજ મુજબ પ્રસંગ પૂર્ણ થયા બાદ ગણેશજીની પ્રતિમાઓનું જિલ્લાની જુદી જુદી નદીઓ અને તળાવોના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. જેના અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને મળેલી સત્તાની રૂએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા - ૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ ગણેશ મહોત્સવની શાંતિ પૂર્ણ માહોલમાં અને પર્યાવરણને કોઇ પણ પ્રકારનું નુકશાન ન પહોંચે તે રીતના ઉજવણી થાય તેવા હેતુસર જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.
જાહેર નામા મુજબ ગણેશજીની પ્લાસ્ટર ઓફ પેરિસ (પી.ઓ.પી) તથા ફાયબરની મૂર્તિ બનાવવી નહિ કે વેચવી નહિ કે સ્થાપના કરવી નહિ કે જાહેર માર્ગ પર પરિવહન કરવું નહિ, પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળસ્ત્રોત જેવા કે ડેમ, તળાવ, નદી, કૂવામાં મૂર્તિઓનું વિસર્જન કરવું નહી, મૂર્તિ વિસર્જન માટે સરકારના વન અને પર્યાવરણ વિભાગ, કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા સરકારની અદ્યતન સૂચનાઓ અને હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ પદ્ધતિ સિવાયની કોઈપણ પદ્ધતિથી મૂર્તિ વિસર્જન કરી શકાશે નહીં, ગણેશજીની મૂર્તિ વિસર્જન યાત્રા દરમિયાન જાહેર જગ્યાએ આવતા - જતા રાહદારીઓ ઉપર તેમજ વાહનોમાં આવતા - જતા માણસો ઉપર કે મકાનો/ મિલકત ઉપર કોઈ પણ પ્રકારના રંગો કે પાઉડરને પાણી કે અન્ય તૈલી પદાર્થોમાં મિશ્રિત કરી ઉડાડવા/છાંટવા નહી, પ્રતિમાઓની બનાવટમાં અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય તેવા ચિન્હો કે નિશાનીઓ રાખવી નહિ, મૂર્તિકારોએ વધેલી તથા ખંડિત મૂર્તીઓ બિનવારસી હાલતમાં છોડી દેવી નહી, મૂર્તિઓની બનાવટમાં મૂર્તિઓ પાણીમાં સહેલાઈથી ઓગળી શકે તેવા બિનઝેરી કુદરતી રંગોનો જ ઉપયોગ કરવો, મૂર્તિકારો જે જગ્યા પર મૂર્તિઓ બનાવે છે તે જગ્યા તથા વેચાણની જગ્યાની આજુબાજુમાં ગંદકી કરવી નહિ.
દેવભૂમિ દ્વારકા જિલ્લા બહારથી મૂર્તિઓ લાવી વેચનાર મૂર્તિકાર / વેપારીઓને પણ ઉકત સૂચનાઓ લાગુ પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial